________________
એકવચન હોય કે બહુવચન હોય પણ આધ્યાત્મિક માર્ગની આ મૈત્રી અનિર્વચનીય બની ગયેલ છે માટે જ આ મૈત્રી જીવનના અંત પર્યત નભેલી. શ્રી સૌભાગ્યભાઈએ દેહ મૂક્યો ત્યાં સુધી ચાલેલી. તો આ રીતે આ નાનું સરખું ગામ પવિત્ર થયું – દુનિયામાં જાણીતું થયું. એમના દેહવિલયની શતાબ્દી ઊજવવામાં આવે છે એમાં પૂ. શ્રી બાપુજીની દીર્ઘ દૃષ્ટિએ ઘણો મોટો ભાગ ભજવે છે. આનો આશય એ છે કે, સૌભાગ્યભાઈના આત્માને આપણે સારી રીતે સમજીએ. એમની ભક્તિ-આજ્ઞાંકિતતાસ્થિતિ-દશા આપણે સમજીએ તો એ આપણને ઉપકારક છે. આવા સમારંભ દ્વારા બે-ચાર જીવનને પણ આ વાત સ્પર્શી જાય તો આ પાછળનો ખર્ચ યથાર્થ જ છે. સાયલા ભાગ્યશાળી બનેલ છે.
ડો. કુમારપાળભાઈ દેસાઈ - અમદાવાદ શ્રી ગૌતમસ્વામી મહાવીર ભગવાનને વનમાં મળવા જાય છે. મનમાં એમ છે કે, આ મહાવીર ભગવાનના જ્ઞાનને એમણે ઊભી કરેલી વાતને – જન્માવેલ વાદને હું ખુલ્લો પાડી નાખીશ. આ ગૌતમસ્વામી તો મહાન પંડિત ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતો. તેને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. ઉતાવળે આવતાં દૂરથી ભગવાન મહાવીરસ્વામીને જુએ છે અને ભગવાન મહાવીર સ્વામી કહે છે કે, આવો ! પ્રિય ગૌતમ. આશ્ચર્ય થાય છે શ્રી ગૌતમસ્વામીને. ક્યાંથી જાણ્યું હશે આમણે મારું નામ ! મનમાં વિચારે છે કે, મારી કોને ખબર ન હોય ? ભારત વર્ષના વિખ્યાત મહાપંડિત એવા ઇન્દ્રભૂતિને કોણ ન ઓળખે ? હજુ શ્રી ગૌતમસ્વામી વધુ વિચારે તે પહેલાં પરમાત્મા મહાવીરસ્વામી કહે છે કે, પ્રિય ગૌતમ ! તમારા મનમાં એક શંકા છે. અને એ શંકા એ છે કે, જીવ છે કે નહિ ? વર્ષોથી પડેલી એ શંકા. તમો જ્ઞાની છો ને તમને શંકા થાય ત્યારે ભારે મુશ્કેલી થાય. ન સહેવાય ન કહેવાય. પ્રિય ગૌતમ ખરું ને? આ એક ઘટના અધ્યાત્મયુગમાં એ જમાનામાં બની. એનું જ એક અદ્ભુત પુનરાવર્તન આપણે જોઈએ છીએ કે પૂ. શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવને મળવા જાય છે. ત્યારે ન ઓળખાણ - ન પરિયચ - ન ખ્યાલ - કશું જ નહિ. આવો સૌભાગ્યભાઈ ! અને હજુ કંઈ પ્રશ્ન પૂછે તે પહેલાં જ પરમકૃપાળુદેવ કહે છે કે પેલા ગલ્લામાંથી ચિઠ્ઠી વાંચી લો. એમાં હતું જે શ્રી સૌભાગ્યભાઈ દર્શાવવા આવેલ તેની વિગત. આ છે અધ્યાત્મ જગતનો ચમત્કાર ! અને એ ચમત્કારનું એક સોપાન-એક પગથિયું એ કદાચ આજની આ સભા છે કે જ્યારે પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય પછી ૯૯ વર્ષ બાદ આપણે એનું સ્મરણ કરવા બેઠાં છીએ ત્યારે સૌથી પહેલો ખ્યાલ આવે છે. મહાનુભાવોનાં વક્તવ્યો
૨૨૮
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org