________________
ઝંઝાવાતોની વચ્ચે-આકરાં સંઘર્ષોની વચ્ચે ભારે મથામણો-મુશ્કેલીઓ-પ્રતિકૂળતાઓની વચ્ચે એમણે આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કર્યું ત્યારે એમનું સ્મરણ થાય છે એમની સમતાનું. બીજું સ્મરણ થશે આપણને એમની મમતાનું. બન્ને વચ્ચે કેવો આત્મીય ભાવ છે. જગતમાં અદ્ભુત જ્ઞાન ક્યારે રેલાય છે, ગુરુ ક્યારે અઢળક ઢળી જાય છે, શિષ્ય પર પોતાના જ્ઞાનને ઢોળે છે એનો વિચાર કરજો. ભગવાન કૃષ્ણને કોઈ અર્જુન જોઈએ, ભગવાન બુદ્ધને કોઈ ભિખુ આનંદ જોઈએ તેમ મહાવીરસ્વામીને શ્રી ગૌતમસ્વામી જોઈએ. તો આવી અઢળક ઢળવાની પ્રક્રિયા, પોતાના ભીતરમાં ભાવો સામાના ભીતરના ભાવોના તાલ સાથે જુગલબંધી, સંગીતની ભાષામાં જુગલબંધી કહેવાય એવી અદ્ભુત છે. આ જુગલબંધી અધ્યાત્મની અને અધ્યાત્મની આ જુગલબંધી સંગીતની જુગલબંધીથી બહુ દૂર નથી. આ જુગલબંધી જોઈને આપણે પણ ભાવવિભોર થઈ જઈએ એ સ્વાભાવિક છે ! એમનાં વિશેષણો તો જુઓ : પરમકૃપાળુદેવે પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે વાપરેલાં વિશેષણો અને પૂ. શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવ માટે વાપરેલાં વિશેષણો. એ વિશેષણોની અંદર હું માનું છું કે, આધ્યાત્મિક ઘટના અને વિકાસનું એક સોપાન છે. મુ. શ્રી નલિનભાઈએ કહ્યું કે, અમે પૂ. શ્રી સૌભાગ્યભાઈનું એક પુસ્તક બહાર પાડવાના છીએ તો મારી વિનંતી છે કે, પૂ. શ્રી સૌભાગ્યભાઈનો જે આધ્યાત્મિક વિકાસ છે એને જરૂર બતાવજો અને શ્રી ગોકુલભાઈએ બહુ સાચું કહ્યું કે, હવે લોકોનો ચોપડીમાં રસ ઓછો થતો જાય છે. ચોપડામાં રસ વધતો જાય છે. પણ એવી પરિસ્થિતિમાં પણ આ પુસ્તક બહુ મોટી સેવા કરશે અને એ સેવા કોણ કરશે તો કહ્યું તેમ એ મમતા અને ત્રીજી સૌથી મોટી વાત શ્રી સૌભાગ્યભાઈના જીવનમાં હોય તો એ જે આપણી પાસે નથી તે ક્ષમતા. એવી ક્ષમતા હતી, એવું પાત્ર હતું કે જે પરમકૃપાળુદેવની પ્રત્યેક આજ્ઞાને, પ્રત્યેક વિચારને કે ગહનતાને બહુ સરસ રીતે ઝીલી શકે છે. કદાચ આ જીવનની કલ્પના કરો તો આપણને ત્રણ વસ્તુ મળશે. ક્ષમતા, મમતા અને સમતા અને આ એક નાનકડું સાયલા ગામ ભગતનું ગામ, એ જગતમાં જાણીતું થયું એ વિષે ડૉ. રમણભાઈએ બહુ સરસ કહ્યું કે આ તો તીર્થધામ બન્યું છે. ઇતિહાસમાં જોશો તો જણાશે કે મંદિરો તૂટ્યાં હશે, મૂર્તિઓ તૂટી હશે પણ તીર્થધામ તૂટ્યાં નથી. આજેય કાશી છે, શત્રુજ્ય છે, સમેતશિખરજી છે, કોબા છે, એટલે જ સાયલા આવો ત્યારે એક તીર્થધામમાં આવો છો એવા ભાવથી આવજો. આ તીર્થમાં આવો ત્યારે દયનાં શઢ ખોલી નાખજો. જેમ હોડીના સંઢ ખોલવાથી પવનને કારણે તે સડસડાટ પાણીમાં ચાલે છે તેમ તમારા હૃદયમાં ચૈતન્યની ધારા તમારા ભીતરમાં પ્રવેશવા લાગશે અને
૨૨૯
.. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For pe
For Personal & Private Use Only
www.jainelibrary.org