________________
એ ધારામાં ક્યાંક તમને પરમકૃપાળુદેવનાં વચન સંભળાશે, ક્યાંક તમને પૂ. શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણની કલ્પના આવશે, તો ક્યાંક પૂ. શ્રી બાપુજીનાં વચનોનું સ્મરણ થશે. આમ આ તીર્થધામમાં આવીએ ત્યારે મારી સૌને એટલી જ વિનંતી છે. કે, અહીં આપ સૌ પધારો ત્યારે એ વિચારજો કે, આપણું જીવન કેવું બને ! આપણે પોતે કેવા બનીએ ? આપણે શું થઈએ ? અહીંથી કંઈક લઈને જવું છે તો એ વસ્તુ લઈને જઈશું કે, જેમ વીજળીના મીટરને જોનાર ભાઈ મીટર પરથી જ જાણી લે છે કે, કેટલી વીજળીનો ઉપયોગ કર્યો છે તેમ આપણા દયના મીટરને એવું બનાવીએ કે, ક્યારેક પરમકૃપાળુદેવ આપણને પૂછે, કોઈવાર પૂ. શ્રી સૌભાગ્યભાઈ પૂછે અથવા પૂ. શ્રી બાપુજી પૂછે ત્યારે જવાબમાં આપણે કહી શકીએ કે, થોડું સારું થયું છે. ઉન્નતિ સાધી શક્યા છીએ. થોડો કંઈ આત્માનો આનંદ આવ્યો છે તો આપણે અહીં આવવું – સમારંભમાં ભાગ લેવો સાર્થક ગણાશે. અસ્તુ !
મા. શ્રી વસંતભાઈ ખોખાણી - રાજકોટ નવ્વાણું વર્ષનો કાળ વીતી ગયો. આ જ જગ્યા પર નવ્વાણું વર્ષ પહેલાં પૂ. શ્રી સૌભાગ્યભાઈએ દેહ છોડેલો. સો મું વર્ષ પ્રારંભ થાય છે. મહાપુરુષોના મૃત્યુના મહોત્સવ થાય છે. અજ્ઞાનીના જન્મના મહોત્સવ થાય છે. અજ્ઞાની તો કેટલી જગ્યાએ હેપી બર્થ ડે કરી આવ્યો છે એટલે એમાં કશી નવાઈ નથી. પરંતુ જીવનનો સાર મૃત્યુ છે અને સાધનાનો સાર સમાધિ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ સમાધિમરણને પ્રાપ્ત કરેલ. સાધનાના સારની ઉપલબ્ધિ મેળવી. વળી વિદ્યમાન સાક્ષાત્ જ્ઞાનાવતાર એવા સત્પષ પરમકૃપાળુદેવે એમના સમાધિમરણની સાક્ષી આપી પરમકૃપાળુદેવ કહે છે કે, “શ્રી સૌભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે. એમાં સંશય નથી. હે મુનિઓ ! તે દશાનું તમારે વારંવાર અનુપ્રેક્ષણ કરવા યોગ્ય છે. શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. જેવું જીવન ધન્ય એથી અધિક ધન્ય મૃત્યુ.”
“કેવી છે રાજ-સૌભાગની જોડી કે જેને કોઈ ન શકે તોડી.” જગતમાં રાજ જેવો ગુરુ અને સૌભાગ્ય જેવો શિષ્યસખા મળવા દુર્લભ છે. જ્ઞાનાવતાર તરીકે શ્રીમદ્ રાજચંદ્ર અજોડ છે – અનન્ય છે તો ભક્તાવતાર તરીકે આ. શ્રી સૌભાગ્યભાઈ અજોડ છે. અનન્ય છે. આ જોડીએ જગતને વીતરાગનો અભુત મૂળ માર્ગ કે જે છિન્નવિછિન્ન થયેલો, ખંડિત થયેલ તેને અખંડપણે આ જગતના જીવો સમક્ષ જાગૃત કર્યો, કેવો અદ્દભુત ઉપકાર !
મહાનુભાવોનાં વક્તવ્યો
૨૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org