________________
પરમકૃપાળુદેવ જણાવે છે કે, એટલાં એટલાં રહસ્યો અંતરમાં આવે છે પણ પેટ દેવા જેવું એક પાત્ર નથી. જ્યારે આ સૌભાગ્ય એ ચેતનાના પ્રવાહને ઝીલનાર એક સબળ પાત્ર હતા. એટલે ૨૫૦ ઉપરાંતના પત્રોમાં શાસ્ત્રોની ગુપ્ત રહસ્યની વાત-અભુત ગૂઢમંત્રોની વાત પરમકૃપાળુદેવે માત્ર શ્રી સૌભાગ્યભાઈને જ લખેલ છે. આવા શ્રી સૌભાગ્યભાઈની સમાધિમરણની સાક્ષીરૂપ આ પવિત્ર ભૂમિ-જગ્યા-મકાન છે.
પૂ. શ્રી સૌભાગ્યભાઈ અને પરમકૃપાળુદેવ વચ્ચેની પ્રથમ મુલાકાત-મિલનની સામ્યતા અઢી હજાર વર્ષ પૂર્વે તીર્થકર ભગવાન મહાવીરસ્વામી અને પૂ. શ્રી ગૌતમસ્વામીની મુલાકાત સાથે સરખાવી જે સામ્યતા શ્રી કુમારપાળભાઈ દેસાઈએ બતાવી તે અદ્દભુત બિના છે. તેનું થોડું આપણે વિશેષ સ્મરણ કરીએ. ભક્ત ભગવાનને ઓળખાવે અને ભગવાન ભક્તને ઓળખાવે. એમ પૂ. શ્રી સૌભાગ્યભાઈ અને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર એમના પત્રોની અંદર આપણને જોવા મળે છે. આપણે આપણી રીતે ઓળખીએ તેને બદલે ભક્ત ભગવાનને ઓળખાવે એમાં વિશેષતા છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ લખે કે, આપની સમર્થાઈનો કોઈ પાર નથી. કઈ સમર્થાઈ ? જીવનાં લક્ષણ શું ? આ જીવ શું ? શ્રી બનારસીદાસજીનો દોહો
સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ,
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” આના પર પરમકૃપાળુદેવે ત્રણ પત્રો લખેલા છે : ૪૩૬, ૪૩૭, ૪૩૮ અને જીવના એક એક લક્ષણ વિષે લખી અભુત રહસ્યો સમજાવેલ છે. આ જીવ અરૂપી છે – અમૂર્તિ છે. એને એનાં લક્ષણોથી-વેદનથી જાણવાનો છે. ગુણ અને લક્ષણ એમાં લક્ષણ, શું છે ? આ વિષેના ત્રણ પત્રો પૂ. શ્રી સૌભાગ્યભાઈના હાથમાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, પ્રભુ ! આપની સમર્થાઈનો કોઈ પાર નથી ! ગૌતમસ્વામીને જગત આખાનું જ્ઞાન હતું. એક જીવનું જ્ઞાન નહોતું. એ જીવનું જ્ઞાન આપનાર આ જ્ઞાનીપુરુષોની કરુણા. એ લખે કે, કરુણાસિન્ધ અપાર વગેરે. પૂ. શ્રી સૌભાગ્યભાઈના પત્રમાં વિશેષણ આવે છે કે તરણતારણ, બોધસ્વરૂપ સહજાત્મસ્વરૂપ, મહાપ્રભુજી. આ દ્વારા શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવની ઓળખાણ આપતા રહે છે તો પરમકૃપાળુદેવ પણ પૂ. શ્રી સૌભાગ્યભાઈ માટે કેવાં વિશેષણો વાપરે છે ! કેવળબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી, હૃદયરૂપ, શાંતમૂર્તિ, આત્મવિવેક સંપન્ન. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ તો પરમકૃપાળુદેવને કેટલાયે પ્રશ્નો પૂક્યા છે. જેના જવાબમાં પરમકૃપાળુદેવે તો સમગ્ર આગમોને-રહસ્યોને ઠાલવી દીધાં છે. વળી પરમકૃપાળુદેવે ૨૩૧
. હદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org