________________
પૂ. શ્રી સૌભાગ્યભાઈને પણ પ્રશ્નો પૂક્યા છે. એક પ્રશ્ન એવો પૂક્યો છે કે, સપુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાનને પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે ? એ પ્રશ્નનો ઉત્તર પૂ. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ કે “નિર્પક્ષ થઈ સત્સંગ કરે તો સતુ જણાય ને પછી સપુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી, બાકી ભગવત કૃપા એ જુદી વાત છે.” (પત્રાંક-૩૩૩ અને ફૂટ નોંધ) પૂ. શ્રી સૌભાગ્યભાઈ પત્રોના જવાબ લખે અને પરમકૃપાળુદેવ એના પર છાપ મારે – મહોર મારે કે તમે જે જવાબ લખ્યો છે એ યથાર્થ છે. કેટલો આનંદ આવતો હશે? એક ભક્તને એના ભગવાન એમ કહે કે, તમે જે વિચાર્યું છે – લખ્યું છે એ યથાર્થ જ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ એક પ્રશ્ન લખ્યો : જગતના સ્વરૂપમાં મતમતાંતર કાં છે? પરમકૃપાળુદેવે લખ્યું કે, આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર છે ! હજારો શાસ્ત્રોના પાઠીને પણ આવો પ્રશ્ન ન સૂઝે ! અને તમે અમારા વનવાસના કારણ વિષે જે પ્રશ્ન લખેલ છે એ પ્રશ્ન તો કોઈક જ્ઞાની અથવા એના આશ્રિતને જ સંભવી શકે ! અમે તમારી સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ અને પરમાત્માને જો કોઈપણ પુરુષ પર આ કાળમાં પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો ! આ ઓળખાણથી જ આ બન્ને મહાત્માઓને આપણે ઓળખવાના છે. પરમકૃપાળુદેવને પૂ. શ્રી સૌભાગ્યભાઈનું ઓળખાણ થયું. જ્ઞાન થયા પછીનો એક પત્ર-૧૮૭માં લખે છે કે, ખીમજી વગેરેને એકવાર આપનો સત્સંગ થાય તો જ્યાં એક લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, નહીં તો થવો દુર્લભ છે. આ ખીમજી ખૂબ અભ્યાસુ છે, કેટલા પ્રશ્નો કરે છે ? એવા ખીમજીને જો પૂ. શ્રી સૌભાગ્યભાઈનો લક્ષ થયો છે તેમ થાય તો ખબર પડે કે ક્યાં લક્ષ થાય? સત્સંગ થતો નથી ત્યાં સુધી જીવને ખબર નથી પડતી કે લક્ષ ક્યાં કરવો? “૧. આત્મા છે ૨. તે બંધાયો છે ૩. તે કર્મનો કર્તા છે ૪. તે કર્મનો ભોક્તા છે ૫. મોક્ષનો ઉપાય છે અને ૬. આત્મા સાધી શકે છે. તમે આ જે છ મહા પ્રવચનોતેનું નિરંતર સંશોધન કરજો. ફરી ભલામણ કરે છે કે, જે જે સ્થળોએ તે તે ઊર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો.” એટલે પૂ. શ્રી સૌભાગ્યભાઈ મળતાં પરમકૃપાળુદેવે કહ્યું કે, તમે અમારા માટે જન્મ ધારણ કર્યો હશે.
“યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે.” ધન્ય રે દિવસ આ અહો.
મહાનુભાવોનાં વક્તવ્યો
૨૩૨
Jain Education International
For Persoed
vate Use Only
www.jainelibrary.org