________________
તેઓ કહે છે કે, “તીર્થકર થવાની ઇચ્છા નથી પણ તીર્થકરે જે કર્યું છે તે કરવાની ઇચ્છા છે.” કેવી ઉન્મત્તતા આવી ગઈ છે. ખંભાતના મુમુક્ષુને કહે છે કે “જો તમો યોગ્યતા લાવશો તો જ્ઞાનપ્રાપ્તિ માટે અન્ય કોઈ સમર્થ પુરુષને શોધવાની જરૂર નહિ રહે.” વીતરાગનો માર્ગ કાળ બળના કારણે ભગવાન મહાવીરના નિર્વાણ પછી અઢી હજાર વર્ષમાં ભગવાનનું શાસન છિન્ન-વિછિન્ન થયું – ખંડિત થઈ ગયું. અખંડ એવા મોક્ષમાર્ગનો બહુધા પ્રકારે લોપ થયો અને જો આ સનાતન માર્ગનો લોપ થાય તો જગતના જીવોના કલ્યાણનો આધાર શો ? પૂ. શ્રી સૌભાગ્યભાઈને ભગવાને પ્રથમ પત્રમાં જ લખ્યું કે, “અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું, અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.” એમાં આ માધ્યમ મળી જાય છે. કર્મનો ઉદય એવો વિશેષ છે કે, શ્રી સૌભાગ્યભાઈ જાણે છે શ્રી ડુંગરશીભાઈને ખબર છે – હવે તમો બહાર આવો – પ્રગટ થાઓ – માર્ગ પ્રકાશો કારણ જગતના જીવો કલ્યાણ માટે આતુર છે. કોઈ માર્ગ બતાવનાર નથી. ત્યારે પણ પરમકૃપાળુદેવ કહે છે કે, આ તો વીતરાગનો માર્ગ છે. સર્વસંગપરિત્યાગ નહિ થાય ત્યાં સુધી માર્ગને પ્રકાશીશું નહિ. જે માર્ગ ન પ્રકાશવો એવો અડગ નિશ્ચય હતો તેને જ પરમકૃપાળુદેવ “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રકાશે છે. બીજી જ ગાથામાં લખે છે કે,
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ;
વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ.” ખંડ ખંડ થયેલા ભગવાન મહાવીરના માર્ગને ભગવાને આત્મસિદ્ધિમાં અખંડપણે પ્રકાશ્યો - ગાયો. ગાઈને પાછી એને છાપ આપી.
“નિશ્ચય સર્વ જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય.” આના પ્રત્યુત્તરમાં શિષ્ય એટલે કે શ્રી સૌભાગ્યભાઈએ જવાબ આપેલ છે કે,
“મોક્ષ કહો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” શિષ્ય કહે છે કે પ્રભુ ! આપે નિગ્રંથનો સકળ માર્ગ સંક્ષેપમાં સમજાવી દીધો છે. એટલે ભગવાને કહ્યું કે, નિગ્રંથનો માર્ગ નથી સમજાવ્યો. છએ દર્શન સમજાવ્યાં છે.
દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.”
૨૩૩
• દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org