________________
ભક્ત ભગીરથ જેવા શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવના મસ્તક પરથી જ્ઞાનગંગા જેવી પવિત્ર આત્મસિદ્ધિને વહેવડાવી છે એ નક્કી છે. એટલે બ્રહ્મચારીજીએ કહ્યું કે,
ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા” આમ કહીને શ્રી સૌભાગ્યભાઈને ભવ્ય અંજલિ અર્પેલ છે. તો પરમકૃપાળુદેવ કહે છે કે અમારે માર્ગ નહોતો પ્રકાશવો છતાં શા માટે પ્રકાશ્યો ?
“શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ,
તથા ભવ્યતિત કારણે, કહ્યો બોધ સુખસાજ.” અહીં તો નામ દઈને કહે છે કે, શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરભાઈ, આ સાયલાના ભગીરથની પરંપરા.
પૂ. શ્રી નલિનકાન્તભાઈ કોઠારી – સાયેલા પરમકૃપાળુદેવ પોતાનું હૃદય પૂ. શ્રી સૌભાગ્યભાઈ પાસે ઠાલવતા હતા. એટલેજ આપણને આ પત્રસાહિત્ય પ્રાપ્ત થયેલ છે. જેને કારણે પ્રભુની આંતરિક દશાનાં આપણને દર્શન થયાં. પ્રભુનું અને પૂ. શ્રી સૌભાગ્યભાઈનાં દય એવાં મળી ગયેલાં કે, પરમકૃપાળુદેવ મુંબઈથી વવાણિયા જતા કે વવાણિયાથી મુંબઈ જતાં વચ્ચે સાયલા જરૂર પધારતા. શ્રી સૌભાગ્યભાઈનો એ માટે આગ્રહ પણ ઘણો જ હોય, પરિણામે ક્યારેક એક દિવસ તો ક્યારેક બે દિવસ તો ક્યારેક એથી વધારે રહે. એમ વધુમાં વધુ દશ દિવસ એક સાથે અહીં રહેલા છે. જ્ઞાનની વાતો થતી રહે. એ વાતાવરણ કેવું અદ્ભુત હશે તેની કલ્પના જ કરવાની રહે. આ ભૂમિને પરમકૃપાળુદેવે એટલી બધી વાર પાવન કરેલ છે કે, એના પરમાણુનો સ્પર્શ પણ થાય તો આપણે પણ શાંતિનો અનુભવ કરી શકીએ.
આપણે સૌ પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ આત્મસાધનાના માર્ગે પ્રગતિ કરીએ અને એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
આધ્યાત્મિક માર્ગદર્શક એવા પૂ. શ્રી બાપુજી
(શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરા) – સાયલા મારે વધુ બોલવું નથી, પરંતુ એક વાત તરફ આપ સૌનું ધ્યાન દોરવા ચાહું છું. ભગવાન ભક્તને વશ હોય છે અને ઇચ્છા ન હોય તો પણ માર્ગ મૂક્તા જાય. આજે શ્રી વાસુપૂજય જિનપ્રાસાદમાં ભગવાન શ્રેયાંસનાથનું સ્તવન શ્રીમદ્
મહાનુભાવોનાં વક્તવ્યો
૨૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org