________________
યશોવિજયજી કૃત ગવાયું તેમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે,
“નિરોગી શું રે કિમ મિલે, પણ મળવાનો એકાંત, વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્ત કામણ તંત.”
શ્રી શ્રેયાંસ કૃપા કરો - પ. આમાં એમ કહેવામાં આવ્યું કે, “હે ભગવાન ! તું તો વીતરાગી છો. તારો અમને લાભ કેવી રીતે મળે ?” એમ કહી કહે છે કે, “જે ભક્ત છે, તેની ભક્તિનું કામણ, ભક્ત જે ઇચ્છે કરાવી શકે છે.”
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ સર્વસંગપરિત્યાગ કરી બહાર નીકળી માર્ગ પ્રવર્તાવવા માગતા હતા. એ માર્ગ તેઓશ્રી “શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તકમાં મૂકતા ગયા છે. આપણે જાણીએ છીએ કે આ કાળમાં તીર્થકર ભગવાન મળવાના નથી, તેથી તેના માર્ગની પ્રાપ્તિ ક્યાંથી મળે ? એમ સવાલ થતો હોય તો જુઓ સાંભળો પરમ કૃપાળુદેવ દ્વારા તે જ માર્ગ કહેવામાં આવ્યો છે.
૧. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવા રૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ, કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉં દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને કરાવવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થયે પણ કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.”
૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું. બોધ બીજનું સ્વરૂપ-નિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞા એ ધર્મ છે, એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ - આત્મવિદ્યા પ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વ પ્રકાશ...સાધુ ધર્મ પ્રકાશ, શ્રાવક ધર્મ પ્રકાશ, વિચાર, ઘણા જીવોને પ્રાપ્તિ.” (પત્રાંક-૭૦૯).
સંવત ૧૯૫રના ભાદરવામાં રાળજ મુકામે પોતે નોંધ લખી છે કે, “હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવા રૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ, કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમ કે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે.” બધા સંપ્રદાયો એક થાય તેવો મૂળમાર્ગ પ્રકાશવા ઇચ્છતા હતા. એ એમની ઇચ્છા હોવા છતાં કાળને
૨૩૫
ધ્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org