________________
પોષાયું નહીં એટલે ૩૩ વર્ષ અને પાંચ માસે કાળધર્મ પામી ગયા. પરમકૃપાળુદેવ ૩૬મા વર્ષે બહાર નીકળવા માગતા હતા કારણ તેઓ જાણતા હતા કે એમનાં વિવિધ કર્મો ક્ષય થઈ વ્યવહારમાંથી અવકાશ પ્રાપ્ત થશે, પણ તે પહેલાં દેહવિલય થઈ ગયો. જૈન ધર્મની વિચિત્ર પરિસ્થિતિ જોઈને એમને ખૂબ ખૂબ અનુકંપા આવતી હતી. આ બધા લોકો ધર્મને નામે શું કરી રહ્યા છે? મહાવીર ભગવાન શું કહી ગયા છે ? એમાં મૂળ વસ્તુ અને સાધનો-નિમિત્તો ખૂટતાં હતાં.
“મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.” માત્ર પોતાને જૈન કહેવડાવે છે; છતાં પરમકૃપાળુદેવ તો માર્ગ મૂકતા ગયા છે. તે જે સાધનો દ્વારા માર્ગ પ્રવર્તાવવા માગતા હતા તેની નોંધ કરેલ છે. તેઓ લખે છે કે :
“૨. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું.” શું નોંધ કરે છે તે જોઈએ : “બોધબીજનું સ્વરૂપ નિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય.” પછી લખે છે કે, “ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય.” આ બે વાત કર્યા પછી ત્રીજી વાત કરે છે કે, “પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે.” એટલે કે લોકોને ખ્યાલ આવે કે પ્રત્યક્ષ સદ્ગુરુ જોઈએ, તેથી જ ધર્મ માર્ગે આગળ વધી શકાય છે.
પછી ચોથી વાત બતાવે છે કે, “દ્રવ્યાનુયોગ - આત્મવિદ્યા પ્રકાશ થાય.” જેમાં સૂક્ષ્મબોધ-યથાર્થબોધ બને આવી જાય. છયે દ્રવ્યો, ચૌદ ગુણસ્થાનક અને પંચાસ્તિકાય યથાર્થ સમજાય. પછી પાંચમી વાત બતાવે છે કે, “ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે.” એઓશ્રીએ સર્વસંગપરિત્યાગ કર્યો હોત તો આ પ્રકારે કરી શક્યા હોત. છઠ્ઠી વાત “નવતત્ત્વ પ્રકાશ..”ની કરે છે. સાતમી વાત “સાધુ ધર્મ પ્રકાશ.” આઠમી વાત “શ્રાવક ધર્મ પ્રકાશ.” પછી નવમી વાત “વિચાર” એમ નોંધી છેલ્લે દશમી નોંધ કરે છે કે, “ઘણા જીવોને પ્રાપ્તિ.” આપણે વિચારને તાળું માર્યું છે, વિચાર કરતા જ નથી. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે મૂળમાર્ગ શું છે ? શેની પ્રાપ્તિની વાત છે? હમણાં શ્રી વસંતભાઈ ખોખાણીએ કહ્યું અને શ્રી ખીમજીભાઈનો દાખલો આપ્યો.
શ્રી ખીમજીભાઈ ઉપર પરમકૃપાળુદેવના ચાર હાથ હતા કારણ કે તેઓ લાયક જીવ હતા. તેથી શ્રી સૌભાગ્યભાઈને લખ્યું કે, “એમને જ્યાં લક્ષ કરાવવાનું છે ત્યાં મહાનુભાવોનાં વક્તવ્યો
૨૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org