________________
લક્ષ કરાવો.” એટલે કે તેમને બોધબીજની પ્રાપ્તિ કરાવો. અમે તો કોઈની સંભાળ રાખી શકતા નથી.
છેલ્લી અવસ્થા વખતે પૂ. શ્રી સૌભાગ્યભાઈ પાસે મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવે મોકલ્યા, તેમાં બે ઉદ્દેશ હતા. એક તો પૂ. શ્રી સૌભાગ્યભાઈએ લખેલ કે, “આ શિષ્યમાં કંઈ પરીક્ષા કરવા જેવી નથી અને તમો તેમને જ્ઞાનપ્રાપ્તિબોધિબીજની પ્રાપ્તિ કરાવો અને નહીં તો તમો લખો તો હું કરાવું.” તેથી આઠ દિવસ પહેલાં શ્રી અંબાલાલભાઈને પૂ. શ્રી સૌભાગ્યભાઈ પાસે જવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલી અને સૂચના આપેલી કે પૂ. શ્રી સૌભાગ્યભાઈની સંભાળ લેવી અને સમાધિમરણ થાય એ જોવું. બીજી બાજુ શ્રી સૌભાગ્યભાઈને સૂચના આપેલ કે, આ વખતે શ્રી અંબાલાલભાઈને બોધિબીજની પ્રાપ્તિ કરાવજો. પણ શ્રી અંબાલાલભાઈ ચાર દિવસ મોડા પડ્યા.
અત્યારે આપણે જોઈએ છીએ કે સંપ્રદાયોનો કોઈ પાર નથી, વાડાનો કોઈ પાર નથી, વાડામાં કલ્યાણ નથી. અજ્ઞાનીના વાડા હોય. જો પરમકૃપાળુદેવ બહાર નીકળ્યા હોત તો ઘણા જીવોનું કલ્યાણ થાત, પણ તે પહેલાં એમનો દેહ વિલય થઈ ગયો. આપણે સૌ આપણી જાતને પરમકૃપાળુદેવના અનુયાયી કહેવડાવીએ છીએ, તેથી પરમકૃપાળુદેવના અનુયાયી તરીકે આ બાબત ખૂબ વિચારવાની જરૂર છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ જે કહી ગયા છે તે અમને માન્ય છે, એવો સંકલ્પ દરેકે કરવો જોઈએ. પરમકૃપાળુદેવે “શ્રીમદ્ રાજચંદ્ર”માં કોઈ વાત કહેવાની બાકી રાખી નથી. તમને ગમે તે પ્રશ્ન ઊઠે, તમને ગમે તે પ્રકારની શંકા ઊઠે તો તેનો જવાબ તેમાં છે. તેઓ માર્ગ બતાવી ગયા છે એ માર્ગ કયો? તે હું તમને કહું છું.
આપણે રોજ ગાઈએ છીએ કે :“મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂ.મા. નોયે પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ, મુ.મા.”
આમાં પરમકૃપાળુદેવ પોતે જ મૂળમાર્ગ કહી ગયા છે. ભવદુઃખ એટલે કે જન્મમરણના ફેરામાંથી છૂટવું હોય અને માનની ખેવના ન હોય તો હું જે માર્ગ કહું છું તે ધ્યાનથી સાંભળો એમ પરમકૃપાળુદેવ કહે છે. સમ્યજ્ઞાન સમ્યગદર્શન અને સમ્યફચારિત્રને અલગ અલગ સમજાવ્યાં છે પણ પછી તેઓ કહે છે કે,
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ - મૂ.મા.
૨૩૭
Jain Education International
For Personel Private Use Only
www.jainelibrary.org