________________
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ - મુ.મા.”
તે ત્રણે અભેદ રૂપે પરિણામમાં પરિણમી જાય. એટલે કે આત્મારૂપ પરિણમી જાય. વળી તેઓ કહે છે કે,
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ - મૂ.મા. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ – મૂ.મા.”
જુદી જુદી રીતે સાધના કરતાં જીવોનો વ્યવહાર જુદો જુદો હોઈ શકે અને તે દેશ, કાળ પ્રમાણે ફરતો રહે પણ જ્ઞાનીનો વ્યવહાર એક જ હોય. એને આત્માની પ્રાપ્તિનું જ લક્ષ હોય. જ્ઞાન કોને કહેવાય ? દર્શન કોને કહેવાય ? ચારિત્ર કોને કહેવાય ? એની વ્યાખ્યા કરીને પરમકૃપાળુદેવે સમજાવેલ છે. ચારિત્ર વિષે કહે છે કે એમાં લિંગ કે વેશ આધારિત નથી. પંદરભેદે સિદ્ધ કહ્યા છે. જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આચરણ કરે તો મોક્ષ થાય. આપણો ધર્મ મૂળ સનાતન જૈન ધર્મ છે. આ “મૂળ મારગ” કાવ્યમાં પરમકૃપાળુદેવ આખો-સંપૂર્ણ મોક્ષ માર્ગ મૂકી ગયા છે. આપણે જો એને હદયથી અનુસરવા પ્રયત્નશીલ થઈએ તો ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ. આટલું કહી મારું વક્તવ્ય પૂરું કરું છું.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
મહાનુભાવોનાં વક્તવ્યો
૨૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org