SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧૬ શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ જેની ઘણા સમયથી રાહ જોતા હતા એ મહોત્સવ આજ તારીખ ૮-૬-૧૯૯૬થી પ્રારંભ થયો. આનંદ-ઉત્સવ-ઉમંગના વાતાવરણમાં આ મહોત્સવ એટલે પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયનો શતાબ્દી મહોત્સવ. પૂ. શ્રી સૌભાગ્યભાઈએ ૧૯૫૩ના જેઠ વદ દશમના સવારે ૧૦.૫૦ કલાકે એમના નશ્વર દેહનો ત્યાગ કરેલ. હાલ ૨૦૫ની સાલ ચાલે છે એ રીતે જોતાં નવ્વાણું વર્ષ પૂર્ણ થયાં અને એકસોમું વર્ષ શરૂ થયું છે. એટલે જ શ્રી સૌભાગ્ય દેહવિલય શતાબ્દી વર્ષની ઉજવણી ત્રણ દિવસ માટે રાખવામાં આવી છે. ઉપરાંત આ સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં પુસ્તક પ્રકાશન-પ્રદર્શન, પ્રવાસ-ફિલ્મ-વક્તાઓનાં પ્રવચનો વગેરે કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પ્રવાસમાં એવાં સ્થળોનો સમાવેશ કરેલ છે કે જ્યાં જ્યાં પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથે રહ્યા હોય. તારીખ ૧૯થી ૧૧ સપ્ટેમ્બર, ૧૯૯૬ના જેતપર, મોરબી, વવાણિયા અને રાજકોટની યાત્રા. તારીખ ૨ થી ૪ જાન્યુઆરી ૧૯૯૭ના વટામણ, ખંભાત, વડવા, રાળજ, નાર, કાવિઠા, અગાસ, બાંઘણી, ઉત્તરસંડા, નડિયાદ, અમદાવાદ વગેરે સ્થળોની યાત્રા અને તારીખ ૧૨ થી ૧૪ માર્ચ ૧૯૯૭ના ઈડરની યાત્રા ઉત્સાહપૂર્ણ સંપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. આ બધાં જ સ્થળોએ પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈએ સાથે રહી સત્સમાગમ કર્યો છે. કુલ પ૬૦ દિવસના આ સત્સમાગમમાં પરસ્પર બન્નેને ખૂબજ લાભ થયેલ છે. આ કારણે જ જગતના અન્ય જીવોને પણ લાભપ્રદ અનુભવ થયા છે એ પણ નિઃશંક વાત છે. જો આ સત્સમાગમ ન થયો હોત તો જે પત્રવ્યવહાર થયો એ થયો જ ન હોત અને જો પત્રવ્યવહાર ન થયો હોત તો પરમકૃપાળુદેવની આધ્યાત્મિક ક્રમબદ્ધ પ્રગતિનો ખ્યાલ આપણને ક્યાંથી થાત? પરમકૃપાળુદેવે લગભગ ૨૫૦ પત્રો પૂ. શ્રી સૌભાગ્યભાઈ પર લખેલ છે. આ હિસાબે પૂ. શ્રી સૌભાગ્યભાઈએ પરમકૃપાળુદેવ પર કેટલા બધા પત્રો લખ્યા હશે ? એમ લાગે છે કે ૫૦૦ ઉપરાંત પત્રો લખ્યા હશે ! પણ એ બધા ઉપલબ્ધ નથી. માત્ર ૬૦ પત્રો જ હાલ મળી શકેલ છે. જો બાકીના પત્રો મળે તો કેટલો બધો લાભ થાય ? આ સમગ્ર વર્ષ દરમ્યાન આ પત્રો શોધી તેને પ્રકાશિત કરવા ઉપરાંત પૂ. શ્રી સૌભાગ્યભાઈ વિષે બાળપણથી કરીને સમાધિમરણ થયું ત્યાર સુધીની વિગતો આવરી લેતું પુસ્તક પ્રકાશન કરવાની પણ યોજના છે. “ભવ્ય શ્રી સૌભાગ' ફિલ્મ બનાવવામાં ૨૩૯ » દયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy