________________
આવી છે તેમાં શરૂઆતમાં પરમકૃપાળુદેવના જીવન વિષે માહિતી આપીને જ્યારથી પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાથે સંપર્ક-સત્સંગ-સમાગમ થયો ત્યારથી તે સમાધિમરણ થયું તે પ્રસંગ સુધીની ફિલ્મ તૈયાર કરવામાં આવેલ છે. આ ફિલ્મને કારણે મુમુક્ષુજનોને અનેરો આનંદ તો મળશે જ પણ સાથે સાથે આંતરિક-આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ પણ થશે એ એનો વિશિષ્ટ લાભ છે.
પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં પરમકૃપાળુદેવ તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવન અંગેના પ્રસંગો પરથી બનાવવામાં આવેલ ચિત્રપટો રાખવામાં આવેલ છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈ ગામમાં જે મકાનમાં રહેતા હતા તેના સ્થાને સ્મૃતિમંદિર બનાવવામાં આવતાં તે મકાન ન રહ્યું. પરિણામે શ્રી રાજ-સોભાગ આશ્રમમાં શક્ય એટલું જૂના મકાનને અનુરૂપ મકાન બનાવ્યું છે. આ મકાનમાં અને આસપાસના ગ્રાઉન્ડમાં પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે. આ રીતે પૂ. શ્રી સૌભાગ્યભાઈને યાદ કરી ભાવાંજલિ અર્પી છે. સમગ્ર વર્ષ દરમ્યાન અવનવા કાર્યક્રમો દ્વારા શ્રી સૌભાગ્યભાઈને યાદ કરીશું તેમ જ તેમના જીવનમાંથી પ્રેરણાનાં પાન કરીશું.
જેઠ વદ આઠમ ૨૦૫ર શનિવાર તારીખ ૮-૬-૧૯૯૬ના રોજ ત્રિદિવસીય સમારોહનો શુભ પ્રારંભ સવારના ધ્યાન તેમ જ આજ્ઞાભક્તિથી થયો. આજ્ઞાભક્તિ બાદ પૂજ્ય બાપુજી (પૂ. શ્રી લાડકચંદભાઈ) દ્વારા પત્રાંક-૭૭૯ સમજાવવામાં આવેલ. આ પત્રમાં ત્રણ પદ પરમકૃપાળુદેવે ઉલ્લેખ કરેલ છે. તેમાં (૧) સ્વભાવજાગૃતિદશા (૨) અનુભવ ઉત્સાહ દશા અને (૩) સ્થિતિદશાનાં પદો છે. આમાંનું પ્રથમ પદ સ્વભાવજાગૃતદશા વિસ્તૃત રીતે સમજાવેલ.
૧૦-૧૫ થી ૧૧-૧૫ સ્વાધ્યાયમાં પૂ. શ્રી નલિનભાઈએ “શ્રી સોભાગ પ્રત્યે” પુસ્તકમાંથી ક્રમાનુસાર પત્રોનું વાંચન કરેલ. ત્યારબાદ શ્રી વિક્રમભાઈએ “અધ્યાત્મ રાજચંદ્ર', ડૉ. ભગવાનદાસ મહેતાના પુસ્તકમાંથી પરમકૃપાળુદેવ તેમ જ પૂ. શ્રી સૌભાગ્યભાઈના પ્રથમ મિલન અંગેના પ્રકરણનું વાંચન કરેલ.
બપોરે ૩-૧૫ થી ૪-૧૫ કલાક દરમ્યાન ત્રિદિવસીય મહોત્સવનું વિધિવત્ ઉદ્ઘાટન પૂ. શ્રી મનુભાઈ મોદીના વરદ્ હસ્તે કરવા નક્કી થયેલ પણ તેઓશ્રી નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહી શક્યા નહીં એટલે પૂજ્ય બાપુજીએ શ્રી વિક્રમભાઈ અને શ્રી મિનળબહેનને ઉદ્ઘાટન કરવા જણાવેલ ત્યારે શ્રી વિક્રમભાઈની વિનંતીથી પૂ. શ્રી બાપુજી, શ્રી નલિનભાઈ વગેરેએ સાથે રહી દીપ પ્રગટાવી શ્રી સૌભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ
૨૪૦
S
Jain Education International
For Person
Private Use Only
www.jainelibrary.org