________________
પૂ. શ્રી ગોકુલભાઈ - અમદાવાદ આજે પરમ ઉપકારી પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયની શતાબ્દીની શુભ શરૂઆત થાય છે. પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈનું જીવન આ પંચમકાળની પરાભક્તિનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈના સંબંધો માત્ર આ ભવના જ નહિ પરંતુ અનેક ભવોના ચાલ્યા આવે છે. દરેક જીવોના ઋણાનુબંધ જયાં જ્યાં હોય છે, તેવા તેવા જીવોના ઋણાનુબંધના કારણે તે તે જીવોના નિમિત્તે કલ્યાણ થાય છે. પરમકૃપાળુદેવે પૂ. શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે ઘણા દયના ઉગારો શ્રીમુખેથી કાઢ્યા છે તે યાદ રાખવા જેવા છે. ગ્રંથિભેદ થઈ આત્મા નિર્વિકલ્પ દશા અનુભવે એ અનુભૂતિ એમને દેહ છૂટ્યા પહેલાં એકાદ મહિનો બાકી રહેલ ત્યારે થઈ હતી.
આપણે આગળ થઈ ગયેલ જ્ઞાનીઓના ચિત્રપટોની પૂજા કરીએ છીએ પણ વર્તમાનમાં વિદ્યમાન સન્દુરુષ વિષે એવો અહોભાવ ધરાવીએ છીએ ખરા ! વિરલા પુરુષો જ જ્ઞાનીને ઓળખી શકે છે. જેની પાસે જ્ઞાનદષ્ટિ હોય તે જ સપુરુષને ઓળખે છે. જ્ઞાનીને અંદરમાં સત્ પ્રગટ થયું છે. એમના આત્માની ચેષ્ટા, એમના ઉપયોગની ચેષ્ટા પર આપણી દૃષ્ટિ જાય તો જ્ઞાની ન ઓળખાય એમ બને નહિ. આપણે અત્યારે અહીં ચોથા આરામાં બેઠા હોઈએ એવું લાગે છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈને જે ત્રણ પત્રરત્ન મોકલેલ તે ખરેખર મોક્ષમાર્ગે જવા ઘણા ઉપયોગી છે. (આ પત્રો પ્ર. ૧૮માં લેવામાં આવ્યા છે) (વ.પત્રાંક : ૭૭૯, ૭૮૦, ૭૮૧)
પૂ. શ્રી સૌભાગ્યભાઈના જીવનમાંથી આપણને એ શીખવા મળે છે કે, કોઈપણ જ્ઞાની પ્રત્યે અનાદર, અવિનય, અભક્તિ આપણામાં ઉત્પન્ન ન થાય. ભૂતકાળમાં જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં થશે. આ બધા જ જ્ઞાનીઓ પ્રત્યે એકસરખો ભાવ થાય.
જે ગુણોનું વર્ણન જ્ઞાની પુરુષે પત્રોમાં કે બોધમાં કરેલું છે તે આત્મામાં પ્રગટ તો લાભ થાય.
પૂ. આત્માનંદજી - કોબા પૂ. શ્રી સૌભાગ્યભાઈનો પરમકૃપાળુદેવ પ્રત્યેનો જે ભાવ હતો અને પરમકૃપાળુદેવનો શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે જે ભાવ હતો તે તેમના વચ્ચે થયેલ પત્રવ્યવહારને કારણે આપણે જાણી શકીએ છીએ. જે જે વિશેષણો એકબીજા માટે પ્રયુક્ત કર્યા છે
૨૨૫
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personalvate Use Only
www.jainelibrary.org