________________
પરમકૃપાળુદેવ સાથે પૂ. શ્રી સૌભાગ્યભાઈના પ્રથમ મિલન અંગેની વાત તમો સહુ જાણો છો. ચાર લાખ ને એંશી હજાર વર્ષ પહેલાં વીતેલા સત્યુગનાં સ્મરણ આ. શ્રી સૌભાગ્યભાઈને કારણે પરમકૃપાળુદેવ કરી શકતા હોય તો એ સૌભાગ નમસ્કારને પાત્ર જ હોય ને ! વવાણિયામાં જે લાકડાંની મોટી મજબૂત પાટ છે તે આ ઘરમાં રહેલ. શ્રી સૌભાગ્યભાઈ સાથે જ્ઞાનગોષ્ઠિ વેળા પરમકૃપાળુદેવ એના પર બેસતા તે છે. ૪૦ દિવસ સુધી આ પાટ પર બેસી પરમકૃપાળુદેવે સત્સંગનું દાન કરેલ છે.
પરમકૃપાળુદેવ ર૩૧મા પત્રમાં જણાવે છે કે, “આપ હજારો વાત લખો પણ જયાં સુધી નિઃસ્પૃહ નહીં હો ત્યાં સુધી વિટંબના જ છે.” અને થોડા સમય પછી આ વિટંબનાથી મુક્ત થઈને સમાધિ મરણ સુધી પહોંચનાર, અરે ! કેવળજ્ઞાનની નજીક પહોંચનાર શ્રી સૌભાગ્યભાઈ આપણા સૌના પ્રેરણાદાતા જ હોય ને - બને ને ! આ કળિયુગમાં - આ પાંચમા આરાના સમયમાં - હૂડા અવસર્પિણી કાળમાં આવો બનાવ બને એ અભુત જ ગણાય ને ! આ રીતે આ ભૂમિ તો તીર્થભૂમિ બની ગઈ છે. ત્યારે આપણે સૌ આ ભૂમિ પર આવ્યા પછી શ્રી રાજ-સોભાગમય ન થઈએ તો જ આશ્ચર્ય ગણાય. ખાતાં-પીતાં-હરતાં-ફરતાં પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ જ યાદ આવવા જોઈએ. આ ચિત્રપટ પણ શુદ્ધ સમક્તિની પ્રતીતિ કરાવે એવું અદ્ભુત છે. ખરેખર તો એ સાક્ષાત્ જ પરમકૃપાળુદેવ અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ છે, એવું જ્યારે સ્ક્રય અનુભવે ત્યારે જ આપણું અહીં સુધી આવવું સાર્થક ગણાય.
૧૩૨મા પત્રમાં પરમકૃપાળુદેવ લખે છે કે : “ક્ષણમપિ સજ્જનસંગતિરેકા ભવતિ ભવાર્ણવતરણે નૌકા”- “ક્ષણવારનો પણ સપુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” એ વાક્ય મહાત્મા શંકારાચાર્યજીનું છે; અને તે યથાર્થ લાગે છે. મેં લાખોવાર વિચારી છે. કેવી અદૂભુત વાત છે ! એક ક્ષણવારનો સપુરુષનો સંગ સંસાર સાગર પાર કરાવી દે. આત્માનું કલ્યાણ થઈ જાય. વવાણિયાસાયલા અને રાજકોટનો ત્રિવેણી સંગમ તો અભુત-અભુત છે. આ તો સંતો – સતીઓની ભૂમિ છે. આપણા તો આ બન્ને મહાત્માઓ ગુરુસ્થાને જ છે માટે જ આ બન્ને સંતોને, સપુરુષોને કોટિ કોટિ વંદન કરી વિરમું છું. આ સાયલાને પણ નમસ્કાર કરું છું.
મહાનુભાવોનાં વક્તવ્યો
૨૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org