________________
પ્રકરણ - ૧૫ શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષ
સત્સભા-મહાનુભાવોનાં વક્તવ્યો પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય શતાબ્દી વર્ષના પ્રારંભે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. (સં. ૨૦૫ર, જેઠ વદ આઠમ-નોમ-દશમ ને તારીખ ૮, ૯ અને ૧૦ જૂન, ૧૯૯૬) આ ત્રણ દિવસ દરમ્યાન જુદા જુદા કાર્યક્રમો દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત થઈ. તેમાં તારીખ ૯-૬-૧૯૯૬ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સંચાલિત શ્રી રાજ-સોભાગ આશ્રમના પટાંગણમાંથી શરૂ થઈ સાયલા ગામમાં શ્રી રાજ-સોભાગ શેરીમાં આવેલ પૂ. શ્રી સૌભાગ્યભાઈ રહેતા તે મકાન સુધી ગઈ હતી. આ મકાનના સ્થાને હાલ નવું મકાન “સ્વાધ્યાય હોલ”-મંદિર રૂપે બનાવવામાં આવેલ છે તેને “શ્રી રાજ-સોભાગ વિશ્રાંતિધામ” તરીકે ઓળખવામાં આવે છે. પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય શતાબ્દી વર્ષ નિમિત્તે ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ. આ સભામાં જે જે મહાનુભાવોએ પ્રવચન આપ્યાં હતાં તેના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે.
શ્રી ડો. ઘનશ્યામભાઈ માંગુકિયા - રાજકોટ પૂ. શ્રી સૌભાગ્યભાઈનું આત્મદર્શન થાય એવી ભાવના એમણે જ મને આપી છે એટલે થોડી વાતો સમયમર્યાદાને ધ્યાનમાં રાખી કરવા ઉપસ્થિત થયેલ છું.
આપ સૌ ભાગ્યવાન છો કે, આ ભૂમિ પર - આ સ્થળ પર - તીર્થ પર ૯૯ વર્ષ પછી ઉપસ્થિત થવાને મહાભાગ્યશાળી થયા છો. ૯૯ વર્ષનો સમય અનંતકાળના હિસાબે કાંઈ નથી. બરાબર ૯૯ વર્ષ પહેલાં પૂ. શ્રી સૌભાગ્યભાઈનું સમાધિ મરણ થયું એના સાક્ષી રહેવા પરમકૃપાળુદેવે શ્રી અંબાલાલભાઈને ખંભાતથી સાયલા મોકલેલા. શ્રી અંબાલાલભાઈએ સ્મરણ આપવા પ્રયાસ કર્યો ત્યારે શ્રી સૌભાગ્યભાઈ બોલ્યા હતા કે, આ જીવને હવે બીજી કોઈ વાત કે સ્મરણ સંભવે જ નહિ. ફરી કહેવાની ચેષ્ટા કરી ત્યારે પૂ. શ્રી સૌભાગ્યભાઈએ એમ કહ્યું કે, કેવળ લગભગ ભૂમિકાની નજીક છીએ. જો આ ભૂમિકા પ્રાપ્ત થશે તો અમે એ અંગે થોડી પણ વાત કરીશું અથવા નિશાની કરીશું.
૨૨૩
... દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Perse
l vate Use Only
www.jainelibrary.org