________________
કુટુંબ વર્ગનો ભક્તિભાવ જોઈ મને ખેદ સાથે આનંદ થયો છે.
મને એક એવા પુરુષની ખોટ પડી છે એમ વારંવાર સ્મૃતિમાં આવી ખેદ રહ્યા કરે છે. તેમાં વળી પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાહેબની મારા પ્રત્યે જે દયા, અનુકંપા અને વળી મારા પ્રત્યેનું અસંગપણું એ મને બહુ જ યાદ આવે છે. મારા જવા પહેલાં જેવી મને મળવાની ઇચ્છા હતી, તેવી મારા જવાથી પોતાની અનુકંપા તો તેવી જ હતી પણ મારા પ્રત્યેનું અસંગપણું વિશેષ કરીને પોતાને થયું હતું. હું અલ્પજ્ઞ, એવા અમૂલ્ય રત્નોનું શું વર્ણન કરું ? પણ મને તે પુરુષની બહુ જ ખોટ થઈ પડી છે, એ હવે મને યાદ આવી મારું દય ભરાઈ જાય છે. શોકનો અવકાશ નથી મનાતો. ભાઈ મણિલાલ પાસેથી ઉપદેશ પત્રો પ૦, આશરે, આગળના આવેલા હાથ આવવાથી અત્રે લેતો આવ્યો છું. તથા આપ કૃપાળુશ્રી તરફથી હાલ પ્રાપ્ત થયેલ ઉપદેશ પત્રો ૩ એ રીતે અત્રે લાવ્યો છું. આત્મસિદ્ધિશાસ્ત્ર ભાઈ મણિલાલે હાલ આપ્યું નથી. પછી આજ્ઞા થયેથી મોકલાવીશ એમ કહ્યું છે. છોરું યોગ્ય કામકાજ ફરમાવશો.
અલ્પજ્ઞ પામર અંબાલાલના ભક્તિભાવે નમસ્કાર.
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ (સત્સંગ-સંજીવની) પુસ્તકમાં “ચાર વધાવા” ભક્તિકાવ્ય પાના નંબર ૨૭૯ પર છાપવામાં આવેલ છે. તેમાં “પહેલો વધાવો મારા ! સૌભાગ્યને આંગણે” એમ લખીને જે ભાવાંજલિ અર્પણ કરેલ છે તે પણ અદ્વિતીય છે. -સન્માન પ્રેરક છે.
પુરુષાર્થનો ત્યાગ કરેલ દેખાતા છતાં અમારા પ્રાણેશ્વર પ્રભુને આકર્ષી લેવામાં અનવધિ અને અશ્રાંત પુરુષાર્થ વાપરનાર, અમારા પૂજ્ય, નિષ્કામ સ્વાર્થરહિત અને સંસારસાગરમાં બૂડતા અનેક અનાથ જીવોના ઉદ્ધારને અર્થે નિરંતર પરોપકાર બુદ્ધિથી પરિશ્રમ કરનાર મહાત્માશ્રી સૌભાગ્યચંદ્રભાઈને સાદર દયે મારા સાષ્ટાંગદંડવત્ પ્રણામ. (પત્રાંક - ૭૦ પાન નં.-૬૮)
ઘણી વેળા મારા પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ સાહેબના ઉત્તમ ગુણો અને ભક્તિ સ્મૃતિમાં આવે છે અને તે વખતે વિચાર થાય છે જે તેમના કરતાં મારે, મારામાં કેટલા ભક્તિભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે, છતાં હું મૂર્ખ અજ્ઞાનતાને લીધે આંખ ઉઘાડી જતો નથી. (પત્રાંક – ૭૨, પાન નં. - ૭૦)
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો
૨૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org