SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પરભાતે (પ્રભાતે) ગામડાંમાં જવાનો છું. સોમવારે કે મંગળવારે ઘણું કરીને આવીશ. ફક્ત વકીસર જાવું છે. બધાં ગામડાંમાં જાવા જરૂર નથી, બાકી વિગતથી કાગળ ગે (ગઈ) કાલે લખ્યો છે એ જ વિનંતી. લિ. સોભાગ વ. પત્રાંક - ૫૮૬ મુંબઈ, ચેત્રવદ ૧૨, રવિ, ૧૯૫૧ વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે. પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે; તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્થતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષવો જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિકર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે, પણ તે તરતમાં એટલે એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી; અને પળ પળ જવી કઠણ પડે છે. એકથી દોઢ વર્ષ પછી પ્રવૃત્તિકર્મ વેદવારૂપ ઉદય કેવળ પરિક્ષણ થશે, એમ પણ લાગતું નથી; કંઈક ઉદય વિશેષ મોળો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વ્યાપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે; અને આ વર્ષે પણ તેનું ગયા વર્ષ જેવું નહીં તો પણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે; પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે; અને તે માટે શોચ થાય છે, કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે; તે શમાવવું ઘટે છે; અને કંઈક કરવું પડે એવાં કારણો રહે છે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધોદય તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે. ૧૫૨ . હૃદયસખા શ્રી સૌભાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy