________________
હું ત્યાં આવીને દન (દિવસ) ૮-૧૫ કદી રેવાનું રહેવાનું) આપના સમાગમને લીધે થાય પણ આપને દુકાનના કામના પ્રસંગને લીધે કદી દિવસે જોયે (જોઈએ) તેવો સમાગમ ન થાય તો રાતના વખતમાં પણ થાય તો ઠીક. હવે હું પ્રભાતમાં ચાલ્યો સાયલે જાઉં છું. (કાલે સવારે સાયેલા જવાનો છું) અહીંનું કામ જે હાલમાં હતું તે કર્યું છે. દુકાનનું ભાડું ઊતરતું કર્યું છે. હવે હમણાં આંહીનું કામ નથી તેમ બીજું પણ હાલમાં જણાતું નથી તો સાયલે ગયા પછી ગોદળીઆને લઈ ત્યાં આવવા વિચાર છે. આ કાગળ પોંચતા (પહોંચતા) જીવને બોધરૂપ કાગળ તરત સાયલે લખશો. કીરપા (કૃપા) છે તેવી રાખશો.
લિ. સોભાગ વ. પત્રાંક - પ૮૧
મુંબઈ, ચૈત્ર વદ ૮, બુધ, ૧૯૫૧ ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે.
લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તો પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ વિનંતી.
પ્રણામ. પત્રાંક - ૧૮
સંવત ૧૫૧ના ચૈતર વદ-૧૧ ને શનિવાર પરમ પૂજય પરમાત્માદેવ સાહેબજી શ્રી રાજચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર.
શ્રી મોરબીથી લિ. આપનો આગનાક્તિ (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનું કીરપા (કૃપા) પત્તે (પત્ર) આજે આવ્યું તે પોચું (પહોંચ્ય) સમાચાર લખ્યા તે જાણ્યા છે. ધીરજ રાખી કામ કરવા ભલામણ લખી તો ઘણું કરીને તે પ્રમાણે વરતીશ (વર્તીશ).
શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org