________________
આજીવિકાદિ સંબંધી તમે કંઈ લખો છો, અથવા પૂછો છો તેમાં મૌન જેવી રીતે વર્તવું થાય છે, તે સ્થળે બીજો કંઈ હેતુ નથી, જેથી મારા તેવા મૌનપણા માટે ચિત્તમાં અવિક્ષેપતા રાખશો, અને અત્યંત પ્રયોજન વિના અથવા મારી ઇચ્છા જાણ્યા વિના તે પ્રકાર મારા પ્રત્યે લખવાનું કે પૂછવાનું ન બને તો સારું. કેમ કે તમારે અને મારે એવી દશાએ વર્તવું વિશેષ જરૂરનું છે, અને તે આજીવિકાદિ કારણથી તમારે વિશેષ ભયાકુળ થવું તે પણ યોગ્ય નથી. મારા પરની કૃપાથી આટલી વાત ચિત્તમાં તમે દઢ કરો તો બની શકે તેવી છે. બાકી કોઈ રીતે ક્યારે પણ ભિન્નભાવની બુદ્ધિથી મૌનપણું ધારણ કરવું મને સૂઝે એમ સંભવતું નથી, એવો નિશ્ચય રાખજો. આટલી ભલામણ દેવી તે પણ ઘટારત નથી, તથાપિ સ્મૃતિમાં વિશેષતા થવા લખ્યું છે.
આવવાનો વિચાર કરી મિતિ લખશો. જે કંઈ પૂછવું કરવું હોય તે સમાગમે પુછાય તો કેટલાક ઉત્તર આપી શકાય. હાલ પત્ર દ્વારા વધારે લખવાનું બની શકતું નથી. ટપાલ વખત થવાથી આ પત્ર પૂરું કર્યું છે. શ્રી ડુંગરને પ્રણામ કહેશો. અને અમારા પ્રત્યે લૌકિક દૃષ્ટિ રાખી, આવવાના વિચારમાં કંઈ શિથિલતા કરશો નહીં, એટલી વિનંતી કરશો.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે એ જ વિનંતી.
પત્રાંક - ૧૭
સંવત ૧૯૫૧ના ચૈતર સુદ ૧૨, શનિવાર પરમ પૂજ્ય તરણતારણ પરમાત્માદેવ બોધસ્વરૂપ સાહેબજી શ્રી રાયચંદ્રભાઈ વિ. ૨વજીભાઈ મુ. મુંબાઈ બંદર.
આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ પ્રાપ્ત થાય.
શ્રી મોરબીથી લિ. આપનો આગનાક્તિ (આજ્ઞાંકિત) સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપત્ર હાલમાં નથી તો લખશો. સંસાર સંબંધી કાંઈપણ વાત આપ પાસે કોઈ વખત થઈ જવાથી આપને ઠીક પડતું નથી તે સમજામાં (સમજવામાં) છતાં ભૂલ આવી જાય છે તો માફ કરશો.
ગોસળિયાને અને મારે મુંબાઈ આવવાનો વિચાર છે. તેમાં મોસમ પણ હાલ છે તો ગોસળિયાને તો કાંઈ કરવું નથી. પણ હજુ કોઈ વેપારનું કામ બને તો મને ઇચ્છા ખરી, તા (છત્તાં) થાવું હશે તો થાશે તેની ચિંતા નથી પણ ગોસળિયો અને
હૃદયસખા શ્રી સૌભાગ્ય
૧૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org