________________
આમ વિચાર કરતાં અટપટું લાગે છે પણ સાધુ વિગેરે સિદ્ધાંતમાં છે એમ કે (કહે) એટલે પરાણે કબૂલ કરવું પડે છે તો તે વાત માનવા જોગ છે ? કે કાંઈ જે કહે છે તેમાં સમજવા ફેર થાય છે ? જ્ઞાની મહારાજાએ તે જે કર્યું (કહ્યું) હશે તે સમજીને કર્યું (કહ્યું) હશે. એ તો ખાતરી છે. બાકી હાલના જાણવાવાળાના સમજા (સમજ્યા) ફેર થાતો હોય તો લખી જણાવશો એ જ વિનંતી.
મારો વિચાર સાયલે ગયા પછી એક વખત આપનાં દર્શન કરવા ખચિત આવવાનો છે અને ગોસળીઆનો પણ વિચાર મને તેણે જણાવ્યો હતો. પણ હવે તેનું થાય તે ખરું. જો તે આવશે તો બન્ને જણ સાથે આવશું. આહીં હજુ દન (દિવસ) ૮ થાય તો થાય. ગાદલા વિગેરે કાંઈ મોકલવા જેવું હશે તો વવાણીએ મોકલીશ અને તેના પૈસા ખાતે માંડવા લખું (લખશો) તો માંડીશ. હવે ઘણું કરી ગુરુવારે ગામડામાં જાવા વિચાર છે. જાવું તો આ જ હતું પણ વાહનનો જોગ બન્યો નહિ. વળી અમાસ હતી તેથી ગયો નથી.
મારા વતી શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કહેશો. કૃપા કરી બોધ આપશો. પરમાદી (પ્રમાદી) સદાય દુઃખી અપરમાદી (અપ્રમાદી) સુખી એમ લખ્યું તો પરમાદી અને અપરમાદી એ શું ? જો અગનાન થાત (મિથ્યાત્વ)ને પ્રમાદ કહો તો પ્રમાદ કેમ કઓ (કહો) તેથી પરમાદનો અર્થ જુદો હોવો જોઈએ તો પરમાદમએ શું ? કા. ૧ મણિનો મ. ૧ લલુનો બીડો (બીડ્યો) છે તે આપશો.
લિ. સોભાગ. વ. પત્રાંક - પ૭૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૫, ૧૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
મોરબીથી લખેલો કાગળ ૧ પહોંચ્યો છે. રવિવારે અત્રેથી એક પતું મોરબી લખ્યું છે તે તમને સાયલે મળ્યું હશે.
શ્રી ડુંગર સાથે આ તરફ આવવાનો વિચાર રાખ્યો છે. તે વિચાર પ્રમાણે આવવામાં શ્રી ડુંગરે પણ કંઈ વિક્ષેપ ન કરવો યોગ્ય છે; કેમ કે અત્રે મને વિશેષ ઉપાધિ હાલ તરત નહીં રહે એવું સંભવે છે. દિવસ તથા રાતનો ઘણો ભાગ નિવૃત્તિમાં ગાળવો હોય તો મારાથી તેમ બની શકવા હાલ સંભવ છે.
પરમ પુરુષની આજ્ઞાના નિર્વાહને અર્થે તથા ઘણા જીવોના હિતને માટે થઈ,
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૧૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org