________________
જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યોગ્ય થશે.
તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે.
પત્રાંક - ૧૬
સંવત ૧૯૫૧ના ફાગણ વદ ૦)), મંગળવાર પ્રેમપૂજ્ય તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી રામચંદ્રભાઈ વિ. રવજીભાઈ મુ. મુંબાઈ બંદર.
શ્રી મોરબીથી લી. આપનો આજ્ઞાંકિત સેવક સોભાગના નમસ્કાર વાંચશો. આપનો કૃપાપાત્ર રવિવારનો લખેલ ગઈકાલે આવ્યો. જેમાં અપૂર્વ વાણીથી વિગત લખી તે વાંચી જીવને ઘણો જ આનંદ થયો છે અને એ જ કાગળ વાંચતાં મનમાં એમ થઈ આવે કે આ લયરૂપ સંસારમાંથી ક્યારે છૂટાય. વળી તેના રેશ (રહસ્ય) અને મરમ (મ) વિચારીએ છીએ તો અદ્ભુત આશ્ચર્યકારક વાણી લાગે છે. એવી વાણીનો બોધ વખતોવખત કરવા કૃપા કરશો.
પ્રશ્નના ખુલાસા વિષે લખ્યું તો ઠીક જ છે. સમાગમને જોગે (યોગે) આપ કીરપા (કૃપા) કરી ધરાવશો જણાવશો) અને વિશેષ કરી એ જાણવા ઉપર વિચાર થયા કરે છે. ઘીની દુકાન વિષે ધીરજથી વિચાર કરી કરવા વિષે લખ્યું તો ઉતાવળ નથી. હજુ કરવા વિચાર થાય તો પણ વૈ. સુદ ૨ પછી પોંચી (પહોંચી) શકાય તેમ છે. કારણ કે લાલચંદને સાયલા ખાતામાં માસ ૧-૨નું કામ છે અને મણિની દલાલી વિષે જો મણિ લખે છે તેમ બંદોબસ્ત થતો હોય અને આપના ધ્યાનમાં આવતું હોય તો પછી તેમાં કાંઈ હું ત્યાં આવ્યા પછી વિચાર કરી કરવા જેવું નથી.
સિદ્ધાંતમાં સાંભળ્યામાં ચારે ગતિમાં સમક્તિ પ્રાપ્ત થાય છે એમ વાત સાંભળી છે. જો એમ હોય તો મનુષ્યદેહ શ્રેષ્ટ (શ્રેષ્ઠ) કેમ ગણાય ? કદી મનુષ્ય અવતારમાં જેને જેને સમક્તિ હતું ને તે જીવ બીજી ગતિમાં જાય તો તેને સમક્તિ થાય તો એ અનુભવમાં આવે છે. પણ પૂર્વે સમક્તિ પામ્યો નથી અને દેવ, નારક અને તિર્યંચ માનવે સર્વ સમક્તિ પામે એ વાત કેમ બને ? મનુશ (મનુષ્ય) વિના બીજી ત્રણ ગતિમાં સાધન નથી અને મનુશ (મનુષ્ય) અવતારમાં પણ કેટલી બધી સમજણ આવે તારે (ત્યારે) સમક્તિ કહેવાય છે. તો બીજી ત્રણ ગતિમાં એવો જોગ ક્યાંથી બને ? ૧૪૮
. સ્ક્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org