________________
અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો; ગમે તો આ વિષે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો.
ત્રણ વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે, કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં કંટાળો આવી જાય છે; અને લખતાં લખતાં કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવતું હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય, પણ ચિત્ત અસ્થિરવત્ હોય, અને પરમાર્થસંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, તેમ જ અંતવૃત્તિનો યથાતથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે, કે ચિત્ત અસ્થિરવત્ થઈ જવાનો હેતુ શો છે? પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત્ રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત્ થવાનું કારણ કંઈ પણ જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય, તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થવિચાર કરતાં, લખતાં કે કહેતાં ચિત્ત અસ્થિરવતુ વર્તે. તેમાં પ્રથમ કહ્યો તે હેતુ વર્તવાનો સંભવ નથી. માત્ર બીજો હેતુ કહ્યો તે સંભવે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ છતાં કાળક્ષેપ થયા કરે છે; અને તેવા ઉદય સુધી તે અસ્થિરતા ટળવી કઠણ છે; અને તેથી પરમાર્થ સ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું, કહેવું એ કલ્પિત જેવું લાગે છે, તો પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે, માટે જયાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. માત્ર જે વ્યાપારાદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદયે પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે. જો કે તેનું પણ યથાર્થપણું જણાતું નથી.
શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે;
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર -જ્ઞાનગંગાનું અવગાહન
૧૫૩
Jain Education International
For Per
Private Use Only
www.jainelibrary.org