________________
પત્રાંક - ૬૦
સંવત ૧૯૫૪ના જેઠ સુદ ૪ વાર, ભોમ. શા. શ્રી ૫. શા. રવજીભાઈ પચાણજી સાહેબજીને દેજો. મોરબી થઈ વવાણિયા બંદર. શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર.
શ્રી સાયલેથી લિ. અલ્પજ્ઞ બાળક નંબકના નમસ્કાર વાંચશો. આપનો પત્ર ગઈ પરમ દિવસે સાંજે આવ્યો. તે વાંચી રાતે શ્રી ડુંગર પાસે વંચાવવા ગયા હતા પણ શુદ્ધિ નહીં હોવાથી કાગળ નથુલાલને આપેલ તો દશ બજા (વાગ્યા) પછી શુદ્ધિ આવેલી ત્યારે વંચાવ્યો. વળી ગઈકાલે દશ બજે શુદ્ધિ આવી તારે (ત્યારે) ફેર (ફરીથી) વંચાવ્યો. પછી તે કહે કે સાહેબજીએ જે લખ્યું છે તે જ પ્રમાણે ને તેવી વૃત્તિમાં છું, મારે બીજું કાંઈ નથી. હવેથી મને કોઈ બોલાવશો નહિ. મારા ધ્યાનમાં ચૂક પડે છે. તેમ કરી સુતાને બંધ થઆ. તાવ આવી શરીરમાં પ્રજ (ધ્રુજારી) થઈ. ગઈકાલ રાતના નવ વાગતાં શ્રી ડુંગરે સુખ સમાધિ સહિત દેહનો ત્યાગ કરી અપૂર્વ હિત કર્યું છે. તે આપને જણાવવા લખ્યું છે. એ જ.
દા. સેવક સંબક પત્રાંક - ૬૧
સંવત ૧૯૫૪ જેઠ સુદી ૭ શનેઉ
શ્રી ૧ પરમકૃપાળુ પરમદયાળુ, તરણતારણ બોધસ્વરૂપ, પરમાત્માદેવ, મહાપ્રભુજી, શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના ચરણાય નમઃ શ્રી વવાણિયા બંદર.
સાયલેથી લિ. અલ્પજ્ઞ બાળક છોરુ નંબક તથા મણિના અતિ નમ્રભાવે નમસ્કાર વાંચશોજી. બીજું પરમ પૂજ્ય શ્રી ડુંગરશીભાઈનો વિયોગ થતાં અતિ ખેદ થયા કરે છે ને વારંવાર પરમપૂજય મુરબ્બી શ્રી સૌભાગ્યભાઈનો વિયોગ હવે ઘણો વસમો લાગે છે.
હવે વિનંતી સાથે અરજ કરીએ છીએ કે હું મારા પ્રભુજી આપ મુંબઈ તરફ પધારવાના છો એવા ખબર સાંભળ્યા છે. તો હે કૃપાનાથ બાળકની અરજ ધ્યાનમાં લઈ અત્રે પધારવા કૃપા કરશો. આપની ઇચ્છા મુજબ રોકશું. હે બાપજી આપના શ્રી રાજસોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૨૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org