________________
પ્રકરણ – ૧૨
રાય - અમૃત રત્નકણિકા શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી
“આપનો સમાગમ અધિક કરીને ઇચ્છું છું. ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે. કુશલતા છે, ઇચ્છું છું.” (પત્રાંક-૧૩૩, પાના નં.-૨૨૫)
પરમ પૂજ્ય - કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે.
સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન-પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. (પત્રાંક-૧૬૫, પાના નં.-૨૪૫)
આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. (પત્રાંક-૧૭૦, પાના નં.-૨૪૯)
આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે. (પત્રાંક-૨૧૫, પાન નં.-૨૭૦)
અને વારંવાર એ જ રટના રહેવાથી ‘વનમાં જઈએ’, ‘વનમાં જઈએ' એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. (પત્રાંક-૨૧૭, પાના નં.-૨૭૧)
હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો. કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે. માટે સોભાગભાઈ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર તમને પોષણરૂપ થશે. એ મને મોટો સંતોષનો માર્ગ મળ્યો છે. (પત્રાંક-૨૪૦, પાના નં.-૨૮૨)
વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, તેવો વ્યવહારમાર્ગ છે, પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી, અને જે છે તેનાથી વિયોગ રહે છે, ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈપણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ
૧૦૨
હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Persona ivate Use Only
www.jainelibrary.org