________________
વાંચનાલય, સૌભાગ્ય-સ્મૃતિઘર, બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ સાધકને અલૌકિક ભાવથી પ્રતીતિ કરાવે તેવાં છે. આ ઉપરાંત આશ્રમમાં અન્નપૂર્ણા હૉલ, નિજ-નિવાસ, સાધક-આવાસ, ગૌશાળા, બાલક્રીડાંગણ, પુષ્પવાટિકા, ઓફિસ વગેરે છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મઅનુભવ અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ અલગ સ્થળેથી આવેલા સાધકોનો શ્રી સદ્ગુરુના સાન્નિધ્યમાં એક મોટો અધ્યાત્મ-પરિવાર બન્યો છે.
પ.પૂ.ભાઈશ્રીની અસીમ કૃપાથી ને દિવ્ય પ્રેરણાથી આત્મગવેષણાનો પુરુષાર્થ વધુ પ્રબળ, નિર્મળ અને લક્ષપ્રેરિત બને, ત્યાગ-વૈરાગ્ય ને અનાસક્તયોગ અચળપણે પ્રસ્થાપિત થાય તે હેતુએ તેમણે અનેક માનવસેવા અને જનકલ્યાણનાં કાર્યો શરૂ કરાવ્યાં. આંતરવિશુદ્ધિ સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ એમ દ્વિપક્ષી ધર્મભાવયજ્ઞ ઝળહળી ઊઠ્યો.
આશ્રમમાં ચાલતી વિવિધ જનહિત પ્રવૃત્તિઓ : (૧) તબીબી સહાય : નેત્ર નિદાન કેમ્પ, દવાખાનું તથા હૉસ્પિટલ અને
સામૂહીક આરોગ્ય કેન્દ્ર. (૨) અનાજ રાહત, વસ્ત્રદાન તથા છાશ કેન્દ્ર. (૩) વિકલાંગ શિક્ષણ કેન્દ્ર. (સાયલા, લીબડી અને જોરાવરનગર) (૪) બહેનો માટે સિવણ વર્ગ. (૫) જીવદયા. (૬) શૈક્ષણિક સુવિધા : સાયલા, ચોરવીરા તેમ જ ધાધલપુરમાં હાઈસ્કૂલોનું
નિર્માણ. ઉપરાંત મહિલા આર્ટસ-કૉમર્સ કૉલેજ (સાયલા ખાતે) (૭) પ્રેમની પરબ (બાલ-વિકાસ અને શિક્ષણ સુધારણા અભિયાન) (૮) ભૂકંપ રાહત કાર્યો : ૩૩૫ આવાસો સહિત “લાડકપુર ગામનું
નવનિર્માણ. ૪૭ પ્રાથમિક શાળાઓનું નવનિર્માણ. મુખ્યત્વે આધ્યાત્મિક આરાધનાની સાથોસાથ આવી અનેક જનહિતની પ્રવૃત્તિઓથી શ્રી રાજ-સોભાગ આશ્રમ જીવંત છે. આવા જીવંત યોગાશ્રમ થકી સંતોનું ગામ સાયેલા આજે પણ એવું જ શોભી રહ્યું છે. સંતોની પરંપરા દ્વારા જગતના જીવોનું કલ્યાણ સધાતું રહે અને અધ્યાત્મ કાર્ય વધુ વ્યાપક બને એ જ પ્રભુ પાસે મંગલ અભ્યર્થના.
સંતોનું ગામ સાયલા
૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org