________________
શ્રી સદગુરુની આજ્ઞામાં જે શિષ્યનો સ્વછંદ ઓગળી રહ્યો હોય, ઇન્દ્રિયોના વિષયોથી મુક્ત બની અતીન્દ્રિય તરફનું જેનું વલણ હોય, અંતર સંશોધન કરી આત્મગવેષણાની તલપ હોય, કલેષિત પરિણામો ઉપશમાવ્યા હોય, એવા કેવળ મોક્ષાભિલાષી સુપાત્ર શિષ્યને, તે યોગપ્રક્રિયા -બીજજ્ઞાન - ગુરુગમજ્ઞાન એવું અમોધ નિર્વિકારી સત્સાધન શ્રી સદ્ગુરુ પ્રાપ્ત કરાવે છે.
પ્રથમ શિષ્યની સાધકદશા, ત્યાર બાદ પરમાર્થ–સપરમાર્થ સ્વરૂપ શ્રી એવા ગુરુ પાસેથી મળેલું સસાધન, તે સસાધન વડે થતી ઉચ્ચતમ સાધના અને અંતે મળતી સિદ્ધિ, આમ ક્રમિક આત્મવિકાસ થાય છે. જેથી અનેક મુમુક્ષુ આત્માઓના જીવનમાં આમૂલ પરિવર્તન સર્જાયું છે.
પૂ. જ્ઞાનવૃદ્ધ બાપુજી વયોવૃદ્ધ થતાં, પોતાની હાજરીમાં જ પોતાની ગરપદવીનો ત્યાગ કર્યો હતો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન, સ્થિરચિત્ત, એવા પૂ.ભાઈશ્રી (શ્રી નલિનભાઈ કોઠારી) તથા પૂ. ગુરુમૈયા (શ્રી સદ્દગુણાબેન સી.યુ.શાહ)ને શાલ ઓઢાડી પોતાનો આધ્યાત્મિક વારસો સોંપી, આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે કલ્યાણમાર્ગી બન્યા. (નિશ્ચિત થઈ ગયા હતા.) જેમ એક અનુભવી પિતા પોતાના સંસ્કારી, પરિપક્વ સુપુત્રને ગાદી સોંપે અને તમામ અધિકારો તથા જવાબદારીથી નિવૃત્ત થાય તેમ પૂ. બાપુજીએ સહજ રીતે દીર્ઘ દષ્ટિપૂર્વક આ કાર્ય કર્યું હતું, અને ઈ.સ. ૧૯૯૭ના નવમી ડિસેમ્બરના દિવસે અનેક મુમુક્ષુ આત્માઓને અધ્યાત્મમાં સ્થિર કરી પોતે સમાધિસ્થભાવે દેહને ત્યાગી પોતાની મોક્ષયાત્રામાં આગળ પ્રયાણ કર્યું.
પ.પૂ.બાપુજીની જેમ પૂ.ભાઈશ્રીએ પોતાનો યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યો છે. એમના તરફથી બાપુજીને અનુસરતો વાત્સલ્ય ભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું છે. શાંત, ધીર, ગંભીર સદાય ચહેરા પર આત્મ પ્રસન્નતા ધરાવતા એવા પૂ.ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનમાં ઉત્તમ ભાવો અને ઇષ્ટ મનોરથોને એક પછી એક પૂર્ણ કર્યા છે, કરતા જાય છે. પ.પૂ.બાપુજી તથા પ.પૂ.ગુરુમૈયાનો દેહવિલય થયા બાદ આજે પ.પૂ.ભાઈશ્રીના સાન્નિધ્યમાં અનેક આત્માઓ વીતરાગનો રાજમાર્ગ પામી પોતાના મનુષ્યભવને સાર્થક કરી રહ્યા છે. સદ્ગુરુદેવના સાન્નિધ્યમાં સામૂહિકપણે અનેક આત્માઓનો સંગઠિત સમ્યક પુરુષાર્થ એકબીજાને બળ આપનારો નીવડ્યો છે.
આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે, તઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, સ્વાધ્યાયખંડ, ધ્યાનખંડ,
૧OO
. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org