________________
રાજ-સોભાગ આશ્રમ” રાખવામાં આવ્યું. આમ આ નામોમાં પણ પ્રથમ પરમકૃપાળુદેવનું નામ અને ત્યારબાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈનું નામ જોડવામાં આવ્યું.
સદ્ગુરુ શ્રીમદ્જી તથા પરમસખા અને સુશિષ્ય શ્રી સોભાગભાઈની પરમાર્થ જોડીની સ્મૃતિને જીવંત રાખવાની આ શુભોત્તમ ભાવના છે.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ૮-એ (હવે ૪૭)પર રાજકોટથી ૮૫ કિ.મી., અમદાવાદથી ૧૩૫ કિ.મી. અને સુરેન્દ્રનગરથી ૩ર કિ.મી. પર આવેલા સાયલાના શ્રી રાજ-સોભાગ આશ્રમના પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બાહ્ય જગત વિસ્મૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને આત્મસાધનાનાં શિખર સર કરવાં હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે.
વિશાળ દૃષ્ટિને માધ્યસ્થવૃત્તિ ધરાવતા ૫.પૂ.બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. અનેક ચિત્ર વિચિત્ર વિચારો, માન્યતાઓ અને કર્મ પ્રકૃતિ ધરાવતા માનવીઓને પ્રથમ માર્ગાનુસારી અને ત્યાર પછી તેઓ મુમુક્ષુ-સાધક બની રહે તે માટે પૂ.બાપુજીએ વિચક્ષણ બુદ્ધિથી સવારથી રાતનો સાધનાક્રમ ગોઠવી આપ્યો, તે પ્રમાણે પ્રથમ પરોઢિયે ધ્યાન, ત્યાર બાદ આજ્ઞાભક્તિ, જિનાલયમાં સમૂહ ચૈત્યવંદન, સાંજે આરતી અને દિવસમાં ત્રણવાર સ્વાધ્યાય-સત્સંગ, સંધ્યાવંદન, આત્મસિદ્ધિશાસ્ત્રનું સમૂહ પઠન અને રાત્રે ભજન હોય છે.
અહીં ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ માર્ગની ઓળખ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો દ્વારા અપાય છે. તેમ જ સંપ્રદાયની સંકુચિતતાને સહેજપણ સ્થાન ન આપતા જૈન અને જૈનેતર સંતોની અનુભવ જ્ઞાનગંગામાં મુમુક્ષુઓને ઝબોળી ઝબોળીને, પવિત્ર કરી વિશાળ ગુણગ્રાહ્ય જીવનદષ્ટિ તેમના અંતરમાં સ્થાપવાનો અભ્યાસ કરાય છે.
જનસેવા એ જ પ્રભુ સેવા'ના સૂત્રને અનુસરી જનહિતની પ્રવૃત્તિઓ દ્વારા નિષ્કામ કર્મયોગ, સદૂદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, સ્તવના, પૂજના તે ભક્તિયોગ તેમ જ આત્માનાં ગુણલક્ષણોનું ચિંતન તે જ્ઞાનયોગ. આમ નિષ્કામ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગના સુભગ સમન્વયે ત્રિવેણી પુરુષાર્થ અલૌકિક પરિણામ લાવે છે.
સંતોનું ગામ સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org