________________
હા ! આ ચર્મચક્ષ વડે જે કંઈપણ ચિત્રો જોઈ રહ્યો છું તે મેં ઊભું કરેલું ચિત્રામણ છે અને તેનાથી મારો આત્મા ન્યારો છે. અરે ! આ પલંગ કે જેના પર હું સૂતો છું એ મારાથી ન્યારો છે. પલંગ પરની સેજ-પથારી બિછાવી છે એ પણ ન્યારી છે. આ ચાદર પણ ન્યારી છે અરે ! આ શરીર સુધ્ધાં મારું નથી તો એ ક્યાંથી મારાં થવાનાં ? અહો ! અત્યાર સુધી પૂર્વના અતીતકાળમાં બધાને મેં મારું માન્યું ! કેવી ઘોર અજ્ઞાનતા ! કેવી જૂઠી માન્યતા ! આ સ્થૂળ શરીર, અંદર તેજસ શરીર, કાર્મણ શરીર, આ ઇન્દ્રિયો, આ શ્વાસોચ્છવાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ કાંઈ મારું નથી. હે દેવાધિદેવ ! હે બોધસ્વરૂપ ! આજે તો આપની કૃપાએ દિવ્ય લોચન મળ્યાં. અનાદિનું તિમિર ક્ષણમાં ભાગ્યું ! હે કલ્પવૃક્ષ સમાન, હવે તો મારો સ્વભાવ જાગૃત થયેલ છે, વર્તમાનમાં એક ક્ષણ પણ મોહનિદ્રામાં નહીં વિતાવું. બસ ! હવે પરમાં રહેવું જ નથી. નથી જ રહેવું.
સ્વાસ ઔ સુપન દોલ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના, ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગિ,
ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના. આ મારા શ્વાસોચ્છવાસ અને બાહ્ય જગતરૂપ સ્વપ્નને આ અજ્ઞાનરૂપી નિદ્રા સાથે સંબંધ હતો પણ હવે આત્મજ્ઞાનરૂપ ક્ષણમાં નિજસ્વરૂપના ગુણો પ્રત્યક્ષ થયા છે. આ શરીર, એના સુખનાં સાધનો, આ ઘર, આ સ્વજનનો મોહ એ બધાં જ અચેતન તત્ત્વોને ત્યાગી માત્ર એક ચેતન ભાવ કેળવવો છે. અત્યાર સુધીનો જડમાં મારાપણાનો ભાવ હતો, તે આજથી આ ચેતને ત્યાગી દીધો છે. આમ આ ત્યાગી ચેતન બની જ્ઞાનદષ્ટિને જોઉં છું તો માત્ર એક મારું જ સ્વરૂપ અનુભવાય છે.
| હે સહજત્મસ્વરૂપ સ્વામી ! મારા પર આટલી જ કૃપા કરો કે આ ચેતન ચેતનનું જ્ઞાન કરે.
ઓ પ્રભુ ! આ આત્મા અત્યાર સુધી કેટલું રખડ્યો, કેટલું આથડ્યો, કેટલું દુઃખ ભોગવ્યું. આ અનંત સંસારમાં કૂટાતો કૂટાતો હું અનંતકાળથી ભમી રહેલ હતો. આપે મને મારા સાચા સ્વરૂપને ઓળખાવી જે અનંતકાળે પ્રાપ્ત ન થાય તે પ્રાપ્ત કરાવેલ તેનો બદલો તો શું વાળું મારા નાથ ! પણ એ બદલ આપને કોટી કોટી વંદન કરું છું.
મંગલમય મૃત્યુ
૨૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org