________________
છે. આ રીતે જોતાં પત્રાંક ૭૭૯ કે જેમાં પરમકૃપાળુદેવે સ્વભાવજાગૃતદશા, અનુભવઉત્સાહદશા અને સ્થિતિદશાના પંડિત બનારસીદાસજી રચિત સવૈયા લખી મોકલેલ તેણે શ્રી સૌભાગ્યભાઈને ઘણી ઉચ્ચદશાએ પહોંચાડેલ.
- શ્રી અંબાલાલભાઈ કે જે પૂ.શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણના સાક્ષી હતા તેઓ સાયલા જયેષ્ઠ વદ આઠમ મંગળવારે ૧૯૫૩ના આવેલ, આ જ દિવસે પરમકૃપાળુદેવનો છેલ્લો પત્ર ક્રમાંક ૭૮૧ આવેલ. જેમાં પરમપુરુષદશા વર્ણન છે. આમ ઘટનાક્રમ છે તેની નોંધ લેવા દર્શકગણને વિનંતી છે.
તો ચાલો આપણે સહુ આ પરમસખા સૌભાગ્યના અંતરમાં ચાલી રહેલી ભેદજ્ઞાન પ્રક્રિયાને અને તેના ફળસ્વરૂપે થયેલ મંગલમય મૃત્યુ નિહાળીએ. તો પ્રસ્તુત છે સ્વગત ઉક્તિરૂપ નાટ્ય પ્રયોગ “મંગલમય-મૃત્યુ” “મંગલમય મૃત્યુ”.
(પડદો ખસે છે ત્યારે સ્ટેજ પર એક ખાટલામાં પૂ. શ્રી સૌભાગ્યભાઈ સૂતા હોય છે. ચંબકલાલ પગ દબાવતા હોય છે. રતનબા વિંઝણો લઈ માથા પાસે ઊભાં રહી હવા નાખતાં હોય છે. ડુંગરભાઈ એક ટુલ પર બેઠા હોય છે. મણિલાલ બાજુમાં ઊભા-હાલતાં-ચાલતાં કંઈક કરતા હોય છે.)
પૂ.શ્રી સૌભાગ્યભાઈના હાથમાં પત્ર હોય છે. તેને જોતા હોય એ રીતે સૂતા હોય છે અને વિચારમાં પડી ગયા હોય એમ આપણને લાગે છે. સેટ પર ખાટલામાંથી પૂ.શ્રી સૌભાગ્યભાઈ જોઈ શકે એ રીતે પરમકૃપાળુદેવનું ચિત્રપટ હોય છે. પૂ.શ્રી સૌભાગ્યભાઈ પર બારીમાંથી લાઈટ આવતી હોય છે અને સૌભાગ્યભાઈ પોતાના આત્મા સાથે વાત કરતા જોવા મળે છે. નોંધઃ આ દશ્ય સ્વગત ઉક્તિ (Loud Thinking) રૂપે લેવાનું છે. વાતાવરણ ગંભીર
કરવા પાછળથી સંગીતના સૂરો વહે છે.
નેપથ્યમાંથી :- પરમકૃપાળુદેવ બનારસીદાસજી રચિત સમયસાર નાટકમાંથી “સ્વભાવજાગૃતદશા” સવૈયો લખેલ છે. સ્વભાવ એટલે આત્મા અને આ છે આત્માની જાગૃત દશા.
સ્વભાવ જાગૃત દશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારી, સેજ ન્યારી, ચાદરિ ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના, અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કૌઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના.
૨૫૯
... હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org