________________
પ્રકરણ – ૧૮ મંગલમય મૃત્યુ
પ્રસ્તાવના જેમ બપૈયો પિયુ પિયુ કરે તેમ પૂ. શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવના સત્સંગમાં રહેવા તલસાટ અનુભવતા. કારણ પરમકૃપાળુદેવનો સમાગમ જેટલા દિવસ વધારે થાય તેટલો માનવભવ સફળ થાય એમ જાણતા. પૂ. શ્રી સૌભાગ્યભાઈ તબિયતની દૃષ્ટિએ લાચાર હોવા છતાં પરમકૃપાળુદેવની સાથે ઈડરક્ષેત્રે જવા તત્પરતા દાખવે છે એટલે જ કહે છે કે, “આવો જોગ અનંતકાળે બને તેવો જોગ પ્રાપ્ત થવામાં હોય તેને કેમ ગુમાવી શકાય ?” યંબકલાલને પોતાના પિતાજીને જવા દેવાનું હૈયે બેસતું નહોતું પણ પરમકૃપાળુદેવ જ્યારે કહે છે કે “યંબક, તમે સૌ ફિકર કરો મા. શ્રી સૌભાગ્યભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તમારા હાથથી થશે.” ત્યારે ઈડરક્ષેત્રે જવા માટે પ્રસન્નતા વ્યક્ત કરે છે. પરમકૃપાળુદેવ સાથે પૂ. શ્રી સૌભાગ્યભાઈ સંવત ૧૯૫૩ના વૈશાખ વદમાં ઈડર પધારે છે. ત્યાં દશ દિવસ સ્થિરતા કરે છે. આ દશ દિવસ દરમ્યાન પરમકૃપાળુદેવ પૂ. શ્રી સૌભાગ્યભાઈ પર પરમાર્થ મેઘની વર્ષા વરસાવે છે. ત્યારબાદ પરમકૃપાળુદેવ મુંબઈ પધારે છે અને પૂ. શ્રી સૌભાગ્યભાઈ સાયલા પધારે છે.
પૂ. શ્રી સૌભાગ્યભાઈને અપૂર્વ આત્મજાગૃતિ આપનારી, અપૂર્વ અંતિમ આરાધના કરાવનારી, મહામુનિશ્વરોને પણ દુર્લભ અપૂર્વ સમાધિમરણ નિપજાવનારી, અમર પટારત્નત્રયી પરમકૃપાળુદેવે મુંબઈથી લખી મોકલાવેલ. આ પ્રસિદ્ધ પત્રરત્નત્રયીમાંથી પ્રથમ પત્ર એટલે પત્રાંક : ૭૭૯ કે જે જયેષ્ઠ સુદ, ૧૯૫૩ના લખેલ. બીજો પત્ર એટલે પત્રાંક : ૭૮૦ કે જે જયેષ્ઠ સુદ આઠમ, ૧૯૫૩ના લખેલ અને ત્રીજો પત્ર તે પત્રાંક : ૭૮૧ કે જે જયેષ્ઠ વદ છઠ્ઠ, રવિવાર, ૧૯૫૩ના લખેલ. આમાંના પ્રથમ બે પત્રો બાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈ પોતાનું સ્ક્રય ખોલતાં પત્રમાં જેઠ સુદ ચૌદસ, ૧૯૫૩ રવિવારે જણાવે છે કે દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે, તે ચૈતન્યનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો ન હતો પણ દન આઠ થયાં આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદાં એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયેલ છે.
આનો અર્થ એ થયો કે જયેષ્ઠ સુદ છઠ્ઠના આ બન્યું હશે એમ અનુમાન થાય
મંગલમય મૃત્યુ
૨૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org