________________
આજ્ઞાંકિતપણું જોઈ અતિ અતિ આનંદ થાય છે. એ પવિત્રાત્માના ગુણોનું વિશેષ વર્ણન હું અલ્પજ્ઞ શું કરું ? પણ મારા પ્રત્યેની તે પુરુષની દયા અનુકંપા જોઈ હું બહુ જ આનંદ પામું છું. પણ ચાર દિવસ અગાઉ જવાનો જોગ બન્યો હોત તો બહુ જ આનંદ થાત. એટલું જરા ન જવાયું તેટલો જરા ખેદ રહે છે. એક જ સદ્દગુરુનું સ્મરણ ચિંતવન, ધ્યાન અને એકનિષ્ઠાપણું એ તો એ જ આત્મામાં પ્રકાડ્યું હતું. જેમ જેમ દુઃખની વિશેષતા થતી ગઈ, તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઈ. ગુરુવારે સવારે મેં “સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઈ કહીશ નહીં. આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. દસ વાગે માથાશ્વાસ થયો તે વખતે અત્યંત દુઃખ સ્થિતિ જોઈ તે વખતે દુઃખના લીધે ભુલાવો થઈ જાય એમ ધારી મેં કલાક ૧૦-૪૮ મિનિટે સ્મરણ આપ્યું. તે વખતે ઇન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્મા જ બોલતો હોય અર્થાત તેટલા જ વચનોના પુદ્ગલ કાઢવાના હોય તેવી રીતે પોતે નીચે પ્રમાણે ભાષણ કર્યું : “હા, મારો એ જ ઉપયોગી છે. મારે તને ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ હવે તે વખત નથી. હું સમાધિમાં છું, તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં કારણ તું જે બોલે છે, તેમાં મારો ઉપયોગ દેવો પડે છે. તેટલો વખત મારે ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે.”
એટલું ભાષણ કર્યું કે તમામ સમીપવાસી સહકુટુંબ વર્ગ તથા મુમુક્ષુઓએ પરમ ભક્તિભાવે ત્રિકરણયોગે સાષ્ટાંગ દંડવત્થી નમસ્કાર કર્યા. એ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્યતા જોઈ પરમાનંદ થયો હતો, તેથી કુટુંબ વર્ગના કોઈપણ જીવે ખેદ કે ઉદાસભાવ ભયો ન હતો. અડધા કલાક સુધી દેહને દેહભાવે રહેવા દઈ પછી કુટુંબ વર્ગ લોકરૂઢીના અનુસારે રડવા કરવાનું કર્યું હતું. કુટુંબવાસી જીવોને પરમાર્થ પ્રાપ્ત કરવાનો ઉપકાર પોતે સારો કર્યો છે. પોતે તર્યા અને કુટુંબવાળાને તારવાની સમર્થતાવાળા એવા એક ધર્માત્માનો વિયોગ થવાથી અમૂલ્ય રત્ન ખોવા જેવું થયું છે. પ્રગટપણે તમામ જીવો ચરણ સમીપ રહી “શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી પરમ દયાળ હે નાથ !” એ જ વચનો ઉચ્ચારતાં હતાં અને પોતે પણ તે જ વચનો મુખથી કહેતા હતા. ઘણે ભાગે સાયલા ક્ષેત્રવાસી ઘણા જીવોને સપુરુષની શ્રદ્ધા થવાનું નિમિત્ત એવા પવિત્રાત્મા શ્રી સુભાગ્યભાઈથી થયું છે. વધારે શું લખું ? ખચિત્ આ લેખકને પૂજવા યોગ્ય સ્મરણ કરવા યોગ્ય એવા ધર્માત્મા પુરુષનો વિયોગ થવાથી અને તેમના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવવાથી સ્ક્રય ભરાઈ ૨૧૭
.. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal
Private Use Only
www.jainelibrary.org