________________
આવે છે. પણ કાળની કઠિનતા જોઈ નિરૂપાયતા છે અને સદૈવનો તેમના વિયોગનો ખેદ થાય છે. તથાપિ તે પવિત્ર આત્માના મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબંધ ભાવ, દયા, ક્ષમા, અનુકંપા, સહનશીલતા તથા સ્વાભાવિક સરળતા, નિશ્ચય, મુમુક્ષુતા, સદ્ગુરુ પ્રત્યે એકનિષ્ઠા અને આત્મજ્ઞાનની શુદ્ધ તારતમ્યતા એ આદિ ગુણ સંપન્નતા વડે “જે દેહ ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે.” તેથી અત્યાનંદ થાય છે. એવી જે શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈની દશા પ્રત્યેક મુમુક્ષુઓએ વારંવાર સંભારી સંભારીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીમદ્ પવિત્રાત્મા શ્રી સૌભાગ્યભાઈને ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સગુરુશ્રી તેમના પવિત્રાત્માને અખંડ શાંતિ આપો !
એ જ વિનંતી. અત્રે મારું વદ-૧૩ આવવું થયું છે. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર નં. - ૪૫
સાયલા, સં. ૧૯૫૩ જેઠ વદ ૧૧, શુક્રવાર શ્રીમદ્ પરમાત્માશ્રી સદ્ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર.
પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ સદૂગુરુશ્રી, સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં.
હે પ્રભુ ! બેહદ દિલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવા યોગ્ય, પરમ સ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેના એકનિષ્ઠતાભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એ એક જ ક્રમ જોઈ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે.
જેઠ વદ ૧૦ ગુરુવારે ૭ વાગ્યાની સ્થિતિ મેં નિવેદન કરી છે તે પછી ભાઈ મણિલાલે પૂછ્યું કે આપ એક સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીના સ્મરણનો લક્ષ રાખજો ત્યારે કહ્યું કે મને એક જ લક્ષ છે બીજો નથી. પણ હવે તમે મને કંઈ કહેશો નહીં. કારણ કે મારા ઉપયોગથી ચુકાઈ તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ આપવો પડે છે તેથી મને ખેદ રહે છે. એવી પોતે વાત કરી જેથી કાંઈ પણ એમની રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો
૨૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org