________________
સમીપમાં કહેવું બંધ રાખ્યું.
દશ વાગતાં માથાશ્વાસા થયો. અત્યંત પીડા છેવટના વખતની પોતે ભોગવવા માંડી. તેથી દશ અને અડતાલીશ (૧૦ ને ૪૮) મિનિટે મારા મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય એમ ધારી ધારશીભાઈની સલાહ લઈ મેં “સહજાત્મસ્વરૂપ” સ્વામી એવું એક છે અને ત્રણવાર નામ દીધું એટલે પોતે બોલ્યા “હા, એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી.” હું સમાધિ ભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહીં. કારણ કે મને ખેદ રહે છે. એટલાં વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું કે ૧૦ ને ૫૦ મિનિટે પોતે દેહનો ત્યાગ કર્યો.
તે વખતે ૧૦ ને ૪૮ મિનિટે પોતે ભાષણ કર્યું તે ગળકા ખાઈને તૂટક તૂટક શબ્દ પણ અક્ષર ચોખ્ખો બોલાય પણ જાણે ઇન્દ્રિયો સાવ મરી ગઈ હોય અને માંહીથી આત્મા બોલતો હોય તેવી રીતે પરાણે ઉપર કહ્યાં તે વચનો પરમ કૃપાભાવે પોતાના મુખમાંથી બહાર કાઢ્યાં. એવી અનંત દયા કરી.
ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે પૂછ્યું કે આપે ભવનું કાંઈ નક્કી કર્યું ? ત્યારે પોતે કહ્યું કે, હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં... તેથી છેવટના સમયે, અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો તો આ જ ભવે મોક્ષ નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે. ત્યારે મણિલાલે પૂછ્યું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેની મને ખબર કેમ પડે ? ત્યારે પોતે કહ્યું કે, એક, બે મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી વાત કરી તે આપની સેવામાં નિવેદન કરું છું.
દુઃખની સ્થિતિમાં પોતે વખતે ઉપયોગ ભૂલી જાય એટલા સારું વખતે વખતે ઉપયોગ આપવાનું થતું તો પોતે કહે કે વારે વારે શું કહે છે, આ જીવને બીજો લક્ષ હોય ! એ જ મારો લક્ષ છે.
વળી મૃત્યુના થોડા વખત પહેલાં ગોસળિયાએ બોલાવ્યા તે પોતે કહ્યું કે હાલ બધા છાનામાના બેસી રહો. વખતે વખતે પોતે ઉચ્ચાર કરે તો “હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામી.”
૨૧૯
• હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For pe K
ate Use Only
www.jainelibrary.org