________________
એ જ વચનો કહેતા હતા અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યા હોય એવી રીતે સહેજે મુખથી નીકળતા હતા. પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા અને વખતે કોઈ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું, પણ પછી કોઈએ પણ કહેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવ વેદવા દીધો હતો.
કટુંબાદિના ભક્તિભાવ ઘણા સારા હતા. સેવા કરવા બધા સારી રીતે અનુરક્ત રહ્યા હતા અને મૃત્યુ સુધરે એવી રીતે બધા આજ્ઞાનુસાર વર્તતા હતા તેમ પ્રેમ પણ ધર્મની લાગણીનો સારો હતો અને સૌભાગ્યભાઈના ઉપદેશથી લાગણી હાલ પણ કુટુંબવર્ગમાં વર્ધમાનપણે રહી છે.
હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજય સૌભાગ્યભાઈના સમાધિ મરણની સ્થિતિ જોઈ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિ મરણ મેં કોઈનું હજુ જોયું નથી. એક રીતે મારા હીન ભાગ્યનો ખેદ રહે છે. આવા પરમ પવિત્ર અમૂલ્ય રત્નનું જીવન લાંબુ થઈ ન શક્યું; જેથી આવો ખરો હીરો મેં ખોયો છે. મને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદનો હું વિસ્તાર કરવાને યોગ્ય નથી. આપ સર્વ જાણો છો, આપ સર્વ દેખો છો. જેથી મારાથી કોઈ પણ અવિનય, અભક્તિ થઈ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. મારા હીન ભાગ્યથી ચાર દિવસ અગાઉ આવવું થયું નહીં. થયું હોત તો મારા ઉપર પોતે દયા કરી કેટલાક ખુલાસા અન્યોઅન્ય કરવાનું બની શકત, પણ મારા અંતરાયથી એ યોગ ન બન્યો. એ મને અત્યંત ખેદ થાય છે પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજું છું.
અત્રેથી આજે શુક્રવારે ખંભાત જવા ઇચ્છતો હતો પણ સૌભાગ્યભાઈના કુટુંબાદિનો વિશેષ આગ્રહ હોવાથી આજે રોકાવાનું થયું છે. તો હું અત્રેથી શનિવારે મેલમાં નીકળી ખંભાત જવાને ધારું છું.
અત્રે આપ કૃપાળુશ્રી તરફથી પ્રાપ્ત થયેલ સિદ્ધિશાસ્ત્ર તથા મારા હાથે ઉતારેલા ઉપદેશ પત્ર તથા જેઠ માસમાં અત્રે પ્રાપ્ત થયેલા ત્રણ પત્રો એ રીતે હું ભેળો લઈ જવા ધારું છું. ઉતાવળથી અશુદ્ધ ઉપયોગે પત્રમાં કોઈ રીતે અવિનયાદિ કાંઈ પણ દોષ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. હાલ એ જ કામ સેવા ઇચ્છું છું.
લિ. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પરમ પ્રેમે નમસ્કાર.
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈના પત્રો
૨૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org