________________
જિનાલય બંધાવી તેમાં ભગવાનની પ્રતિષ્ઠા થવી જોઈએ. આજ્ઞાધીન ટ્રસ્ટીમંડળે પૂરા હર્ષ સહ તેનો સ્વીકાર કરી ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું શિખરબંધ આરસના જિનાલયનું નિર્માણ કર્યું.
આશ્રમના રોજિંદા નિત્યક્રમ મધ્યે સવારે ૧૦ થી ૧૦-૩૦ દરમ્યાન પૂજા તથા સમૂહમાં ચૈત્યવંદનનો ક્રમ ગોઠવાયેલ છે. જયારથી દહેરાસરજીમાં ભગવાનની પ્રતિષ્ઠા વિધિ થઈ ત્યારથી નિરંતર આ ક્રમમાં મુમુક્ષુઓ ભાવપૂર્ણ રીતે સહભાગી થઈ જિનેશ્વર પ્રભુના સર્વોત્કૃષ્ટ અવલંબનને સ્વીકારી અધ્યાત્મ માર્ગે પ્રગતિ સાધી રહેલ છે.
પૂ.બાપુજીને જ્યારે પૂછવામાં આવતું કે, તમારો ધર્મ કયો? ત્યારે તેઓશ્રી જવાબ આપતા કે અમો નિશ્ચયથી આત્મધર્મમાં છીએ અને વ્યવહારથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ધર્મ પાળીએ છીએ.
શ્રીમજીએ “પ્રતિમા સિદ્ધિ વિષે એક પુસ્તક લખેલ છે તેમ વચનામૃતજીના પત્રાંક-૪૦ ઉપરથી જાણી શકાય છે.
આ પુસ્તકનું આલેખન થતું હતું ત્યારે વિચક્ષણ બાપુજીએ મનોકામના પ્રગટ કરેલ કે, પરમકૃપાળુદેવના પ્રતિમા સંબંધી વિચારો આ પુસ્તકમાં દર્શાવવામાં આવે તો ધર્માનુરાગી આત્માઓને તેમાંથી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય. પરિણામે પુસ્તકમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. હવે જ્યારે આ દ્વિતીય આવૃત્તિ પ્રગટ થઈ રહેલ છે ત્યારે “પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો” નામે અલગ પ્રકરણ રૂપે આલેખ કરેલ છે.
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના અભિપ્રાયે પ્રતિમા સિદ્ધિ હે જ્ઞાતપુત્ર ભગવન્! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્ય મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિદ્ગો ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડ્યાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખોગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ તૂટી તારું શાસન, નિંદાવ્યું.
શાસન દેવી ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, - ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથપ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ !! તારો ધર્મ
૧૯
. ધ્રયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org