________________
છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી.
મતભેદથી અનંત કાળે, અનંત જન્મે પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પુરુષો તેને ઇચ્છતા નથી, પણ સ્વરૂપશ્રેણીને ઇચ્છે છે.
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે.
પરમકૃપાળુદેવના અનન્ય ભક્ત પૂ.શ્રી જૂઠાભાઈ જેમને પ.કૃ.દેવ “સત્યપરાયણ’ તરીકે સંબોધતા તેઓનું કુટુંબ સ્થાનકવાસી સંપ્રદાયનું હતું. પ.કૃ.દેવની સાથે પરિચય વધતાં તેમના પ્રતિમાપૂજન સંબંધી વિચારોમાં પરિવર્તન થયું. તીર્થંકર ભગવાનની વીતરાગદશા તથા પ્રશમરસ નિમગ્ન મુદ્રા એ ઉત્કૃષ્ટ અવલંબન છે એમ સિદ્ધ થતાં જૂઠાભાઈને પ્રતિમાદર્શન અને પૂજનનો સાચો ભક્તિભાવ જાગ્યો. જૂઠાભાઈની સ્થાનકવાસી કુળ સંપ્રદાયની માન્યતામાં ફેરફાર જોઈ કુટુંબીજનો ખૂબ નારાજ થતા. તેઓ જૂઠાભાઈ તેમ જ શ્રીમદ્ભુ પ્રત્યે કટાક્ષભર્યાં કડવાં વચનો બોલી તેમના પ્રતિમા પૂજન સંબંધી માન્યતાને નિંદતા. જૂઠાભાઈનું કોમળ હૃદય શ્રીમદ્ભુ પર થતા આક્ષેપ પ્રહારને જી૨વી શકતું નહિ. તેમને અંતરમાં ખૂબ દુઃખ તેમજ કુટુંબીજનો પ્રત્યે ક્રોધ આવતો. આ સંજોગોમાં સમભાવમાં રહી સહન કરવાની સલાહ શ્રીમદ્ભુ પત્ર દ્વારા આપતા. વચનામૃતજીનો પત્રાંક-૩૭ કે જે જૂઠાભાઈ પર લખાયેલ છે તે અહીં સહજ મૂકીએ છીએ.
“અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીંદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઇચ્છજો.
પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રતિમા પૂજન સંબંધી વિચારો
Jain Education International
For PersonPrivate Use Only
૨૦
www.jainelibrary.org