________________
પ્રકરણ - 3 પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાઘંદ્રજીની પ્રતિમા પૂળ સંબંધી વિચારો
ભગવાનની વીતરાગ મુદ્રા તેમ જ પ્રશમરસનિમગ્ન જ્ઞાનનેત્રોનું અવલંબન સ્વીકારી નિત્યમેવ દહેરાસરજી જઈ તેની સેવા-પૂજા કરવી, આવા ઉત્તમ ધર્મ સંસ્કારો પૂ. બાપુજીમાં બાલ્યકાળથી જ દઢ થયા હતા. જે દિવસે દહેરાસરજી ન જવાય અને ભગવાનનાં દર્શન ન થાય તે દિવસે અંતરમાં ખેદ અને ખાલીપો વેદાતો. તીર્થંકર પ્રભુના સ્થાયી પ્રભાવના કારણે એમનું જીવન સાત્ત્વિક અને દિવ્ય બનતું ગયું. કર્મક્ષેત્ર સાયલા છોડીને બહાર જવાનું થાય તો ત્યાં પણ જિનાલયમાં જઈ દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરતા. અષ્ટપ્રકારી પૂજા તેમ જ ચૈત્યવંદનના રહસ્યોને સમજી જ્ઞાન, ક્રિયા અને ભક્તિભાવનો એવો સુંદર સમન્વય સધાયો કે તેઓ કોમળ હૃદય અને હળુકર્મી બનતા ગયા. સાયલામાં જ્ઞાની પુરુષો મળતાં તેઓનું જીવન પૂર્ણપણે આધ્યાત્મિક બની ગયું. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું પદ્ય અને ગદ્ય ધર્મ સાહિત્ય તેમ જ જૈન દર્શનમાં થઈ ગયેલા પૂર્વાચાર્યોએ લખેલા ધર્મગ્રંથો, તીર્થંકર પ્રભુની ચોવીસીઓ, પૂજાઓ તથા અન્ય દર્શનના આત્મજ્ઞાની મહાત્માઓ દ્વારા લખાયેલાં પુસ્તકો વાંચતાં-વિચારતાં ઉલ્લાસ પરિણામ અનુભવાતાં હતાં.
શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળની સ્થાપના ઈ.સ.૧૯૭૬ના ૩૧મી ડિસેમ્બરે થઈ. શરૂઆતના ૧૯૭૬ થી ૧૯૮૫ સુધી બાપુજીના ગુરુ શ્રી છોટાલાલભાઈ દેસાઈના મકાનમાં મુમુક્ષુઓ સાથે મળીને રહેતા. બાપુજીની સાથોસાથ સૌ મુમુક્ષુઓ પણ સાયલા ગામ મધ્યે આવેલ બીજા અજિતનાથજી ભગવાનના જિનાલયમાં રોજ સેવા-પૂજા કરી સમૂહમાં ચૈત્યવંદન કરતા. ઈ.સ. ૧૯૮૫ની સાલમાં સાયલા ગામની બહાર નવો આશ્રમ સ્થપાયો, છતાં બાપુજી પોતાના ઘરે રાત્રે રહેતા અને સવારથી સાંજ આશ્રમમાં રહી સ્વાધ્યાયના કાર્યક્રમમાં હાજર રહેતા. આશ્રમમાં પધારે તે પહેલાં રોજ જિનાલયમાં સેવા-પૂજા કરીને પધારતા.
નવા આશ્રમના ભવ્ય સ્વાધ્યાયખંડની નીચે મોટો બેઝમેન્ટ હૉલ છે. આશ્રમના ટ્રસ્ટીગણને થયું કે નીચે ભગવાનની પ્રતિષ્ઠા કરીએ પણ બાપુજીએ આ અંગે માન્યતા ન આપતાં સમજાવ્યું કે, તીર્થંકર પ્રભુનું સ્થાન સૌથી ઊંચું હોવું જોઈએ. તેથી સ્વાધ્યાયખંડમાં સ્થપાયેલા પરમકૃપાળુદેવના ચિત્રપટ કરતાં પણ ઊંચું શિખરબંધ પ.ક.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમા પૂજન સંબંધી વિચારો
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org