________________
યથાયોગ્યપણે નીચેની દશા આવવી જોઈએ.”
૧. મન, વચન અને કાયાથી આત્માનો મુક્તભાવ. ૨. મનનું ઉદાસીનપણે પ્રવર્તન ૩. વચનનું સ્યાદ્વાદપણું (નિરાગ્રહપણું) ૪. કાયાની વૃક્ષદશા (આહાર-વિહારની નિયમિતતા)
અથવા સર્વ સંદેહની નિવૃત્તિ; સર્વ ભયનું છૂટવું, અને સર્વ અજ્ઞાનનો નાશ, અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેનો માર્ગ કહ્યો છે, સાધનો બતાવ્યાં છે, યોગાદિકથી થયેલો પોતાનો અનુભવ કહ્યો છે; તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમભાવ આવવો દુર્લભ છે. તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈએ. ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ, તે નથી.
શિશુવયમાંથી જ એ વૃત્તિ ઊગવાથી કોઈ પ્રકારનો પરભાષાભ્યાસ ન થઈ શક્યો. અમુક સંપ્રદાયથી શાસ્ત્રાભ્યાસ ન થઈ શક્યો. સંસારના બંધનથી ઈહાપોહાભ્યાસ પણ ન થઈ શક્યો; અને તે ન થઈ શક્યો તેને માટે કંઈ બીજી વિચારણા નથી. એથી આત્મા અધિક વિકલ્પી થાત (સર્વને માટે વિકલ્પીપણું નહીં, પણ એક હું પોતાની અપેક્ષાએ કહું છું) અને વિકલ્પાદિક ક્લેશનો તો નાશ જ કરવો ઇચ્છડ્યો હતો, એટલે જે થયું તે કલ્યાણકારક જ, પણ હવે શ્રીરામને જેમ મહાનુભાવ વશિષ્ઠ ભગવાને આ જ દોષનું વિસ્મરણ કરાવ્યું હતું તેમ કોણ કરાવે ? અર્થાત્ શાસ્ત્રનો ભાષાભ્યાસ વિના પણ ઘણો પરિચય થયો છે, ધર્મના વ્યાવહારિક જ્ઞાતાઓનો પણ પરિચય થયો છે, તથાપિ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, યોગસમાધિ સિવાય, ત્યાં કેમ કરવું ? આટલું પણ દર્શાવવાનું કોઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યોદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રોમે રુચિકર છે.”
આ વાક્યો દ્વારા આપણને પરમકૃપાળુદેવની આંતરદશાનું દર્શન થાય છે. શ્રીરામને તો વશિષ્ઠ જેવા સદ્ગુરુ પ્રાપ્ત થયેલા. પરન્તુ શ્રીમદ્જીને તો પોતાના હૃયના ભાવો વ્યક્ત કરવાને યોગ્ય કોઈ પાત્ર પ્રાપ્ત નથી તેની વેદના છે. આવી દશામાં તેઓને શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠી મળતાં તેઓ કંઈક સંતોષ વેદે છે-શાતા અનુભવે છે.
. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org