SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.” “ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે અને...પ્રત્યક્ષ માર્ગ છે.” મુંબઈથી કારતક સુદ સાતમ, ગુરુવાર, ૧૯૪૬ (પત્રાંક : ૮૭)ના પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈને લખે છે કે, “જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતો નથી તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી... જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું... સર્વ સપુરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિ પર્યત સક્રિયા કે રાગદ્વેષ અને મોહ વગરની દશા થવાથી તે તત્ત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે.” મુંબઈથી અષાડ વદ અમાસ, ૧૯૪૬(પત્રાંક : ૧૨)ના પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈ ત્રિપાઠી સમક્ષ પોતાનું સ્ક્રય ખોલી નાખતાં જણાવે છે કે, “આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે.” - આગળ આ જ પત્રમાં લખે છે કે, “જૈનના આગ્રહથી જ મોક્ષ છે. એમ આત્મા ઘણા વખત થયા માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે, એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે.” વવાણિયાથી પ્રથમ ભાદ્રપદ સુદ ત્રીજ, સોમવાર, ૧૯૪૬(પત્રાંક : ૧૨૬)ના પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી મનસુખરામભાઈને લખે છે કે, “વિવેકીઓની અને યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા પણ મળતી નથી. એવા વિષમકાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાળના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતાં અવિશ્રાંતિ પામી સપડાયો છે. માનસિક ચિંતા ક્યાંય કહી શકાતી નથી. કહેવાનાં પાત્રોની પણ ખામી છે; ત્યાં હવે શું કરવું? જો કે યથાયોગ્ય ઉપશમભાવને પામેલો આત્મા સંસાર અને મોક્ષ પર સમવૃત્તિવાળો હોય છે. એટલે અપ્રતિબદ્ધપણે વિચરી શકે છે, પણ આ આત્માને તો હજુ તે દશા પ્રાપ્ત થઈ નથી પણ તેનો અભ્યાસ છે. ત્યાં તેને પડખે આ પ્રવૃત્તિ શા માટે ઊભી હશે ? જેની નિરુપાયતા છે તેની સહનશીલતા સુખદાયક છે અને એમ જ પ્રવર્તન છે; પરંતુ જીવન પૂર્ણ થતાં પહેલાં શ્રી સોભાગભાઈને મળતાં પહેલાંના શ્રીમદ્જી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy