________________
વસ્તુ સ્થિતિ સમજનું વ્હાણું વાયું ભલું, શુદ્ધ સમક્તિનો ભાનુ ભાસે; નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાઁ; મોહ મિથ્યાત્વ અહંકાર નાશે - મોહની, પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે, ગ્રહણ કર જ્ઞાન ગુરુ બોધના બીજનું, પરમ રસ પાનથી કાજ સીજે - મોહની તું નહીં પુગલી, દેહ પુદ્ગલ સદા, પ્રગટ જડ દ્રવ્ય નહિ રૂપ તારું; પુદ્ગલી પ્રપંચમાં પોતે ભૂલી ગયો, અન્યથા રૂપ માં માન્ય મારું - મોહની સર્વ વ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાન ગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગી તું ચિહ્ન ચૈતન્ય ધન, અચલ અવિનાશી ગુણ કેમ નાશ – મોહની, થાય પ્રતિભાસ એ શેયનો જ્ઞાનમાં, પણ નહિ જ્ઞાન તું જ ફોય ભાવે; જેમ જલપાત્ર રવિ દેખિયે નિરમળો, ભાસ દરપણ વિષે તેમ થાવે - મોહની, સર્વને જાણ તે જાણ રૂપ તારું, અન્યમાં જાણ ગુણ જ્ઞાન નાવે; એમ ભિન્ન ભિન્ન ગુણ લક્ષણે અનુભવી, અલખ રૂપ આપનું લક્ષ લાવે – મોહની, લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે; કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે - મોહની,
(પૂ. કાળિદાસભાઈનું ચિત્ર સ્લાઈડ પર બતાવવું.)
૨૪૭
. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Perdedo Private Use Only
www.jainelibrary.org