________________
કવિ શ્રી પ્રિયકાન્ત મણિયાર પોતાના કૃષ્ણ-રાધાના કાવ્યમાં શ્રીકૃષ્ણને પર્વત શિખર સાથે સરખાવી તેના પર પહોંચવા રાધાજી કેડી સમાન છે એમ વર્ણવે છે. તો પરમાર્થ શિખર રૂપ પરમકૃપાળુદેવના ચરણ સ્પર્શવા સૌભાગ્યરૂપ કેડીએ ચાલવું જોઈએ.
પરમકૃપાળુદેવ અવારનવાર સૌભાગ્યભાઈના ઘરે સાયેલા પધારતા, ત્યારે તેમના બંને પુત્રો મણિ અને ચંબક સેવા કરતા હોય તેથી તેઓને પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા બંધાયેલ હતી પણ તેઓ બન્ને પર વિશેષ પરમાર્થ રંગ ચઢે એટલા માટે સૌભાગ્યભાઈએ પત્ર દ્વારા પરમકૃપાળુદેવને વિનંતી કરી કે, છોકરાઓને એવું કાંઈક લખી મોકલો કે એ વાંચે અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઈ જાય.
તેથી કરુણાસિન્ધ પરમકૃપાળુદેવે પત્રાંક : ૨00 વચનાવલી લખી મોકલાવેલ.
આ ૨૦૦મી વચનાવલી તે જ્ઞાનમાર્ગની શ્રેણી છે, મોક્ષમાર્ગની નિસરણી છે. આપણે પણ વાત્સલ્યમૂર્તિ પરમકૃપાળુદેવનાં બાળકો જ છીએ. આ ધર્મપિતામહ નિર્દેશેલી નિસરણી ચઢી આપણે સૌ જીવમાંથી શિવ થઈએ એ ભાવ સાથે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ પ્રસ્તુત કરે છે નાટ્ય-પ્રયોગ “જ્ઞાનમાર્ગની શ્રેણી–વચનાવલી.”
જ્ઞાનમાર્ગની શ્રેણી – વચનાવલી નોંધઃ પડદો ઊપડે છે ત્યારે સમગ્ર સ્ટેજ પર અંધકાર છે. આછો આછો પ્રકાશ ફેલાય
છે. (સૂર્યોદયની સ્લાઈડ રાખવી.) નેપથ્યમાંથી :- પ્રભાત પ્રગટી રહ્યું છે, પંખીઓનો કલશોર સંભળાય છે.
મંદિરના ઘંટારવ ગુંજી રહ્યા છે. સાયલાના સંત કવિ પૂ. શ્રી કાળિદાસભાઈનું પ્રભાતિયું “મોહની નીંદમાં સૂઈ મત રહો સદા” તેનાથી શુભ શરૂઆત કરીએ છીએ. આ પ્રભાતિયું મંદિરમાં કોઈ ગાઈ રહેલ છે. શ્રી સૌભાગ્યભાઈ સાંભળતા જોવા મળે છે. તો ચાલો પોતાની વૃત્તિ સન્મુખ રાખી અસાધારણ-અદ્ભુત-અલૌકિક કાવ્યકૃતિને દયથી માણીયે. મોહની નિંદમાં સૂઈ મત રહો સદા,
વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા, નેત્ર ખોલ્યું નહિ,
સુપનનાં સુખ તણો લ્હાવો લીધો – મોહની, જ્ઞાનમાર્ગની શ્રેણી -વચનાવલી
૨૪૬
Jain Education International
For Par
ate Use Only
www.jainelibrary.org