________________
પ્રકરણ - ૧૭
નાટ્યપ્રયોગ દ્વારા શ્રી સોભાગભાઈને સ્મરણાંજલ પૂ.શ્રી સોભાગભાઈના દેહવિલય શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. વર્ષની પૂર્ણાહુતિને અંતે અંતિમ ઉજવણી સાયલા આશ્રમમાં ત્રિદિવસીય મહોત્સવરૂપે ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. તે અંતિમ ઉજવણી દરમ્યાન આશ્રમના મુમુક્ષુઓએ સોભાગભાઈની સ્મૃતિને અવિસ્મરણીય બનાવવા નાટક ભજવ્યું હતું. તે નાટ્યપ્રયોગ એટલો બધો જીવંત રીતે ભજવવામાં આવેલ કે જાણે વર્ષો પહેલાંની બનેલી ઘટના ફરી તાદૃશ્ય થઈ. જે બે નાટકો ભજવ્યાં હતાં તે નાટકોની સંવાદ સહિતની પટકથા અહીં આ પ્રકરણમાં મૂકી રહ્યા છીએ. વાચક વર્ગ માટે એમાંનો અમુક ભાગ દ્વિરુક્તિ જેવો લાગશે છતાં ભવિષ્યકાળમાં તે નાટ્યપ્રયોગ ફરી કોઈ ભજવવા તૈયાર થાય તો તેને માટે સુલભ થશે.
જ્ઞાનમાર્ગની શ્રેણી - વચનાવલી.
સી મુમુક્ષુજનોને નમસ્કાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના હૃદયસખા, ભક્તશિરોમણિ પૂ.શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયને આજ એકસો વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે આ સમગ્ર વર્ષ “દેહવિલય શતાબ્દી વર્ષ” તરીકે ઊજવવા માટે પૂ. શ્રી બાપુજીએ પ્રેરણા આપી, માર્ગદર્શન આપ્યું, અવનવા કાર્યક્રમો દ્વારા આ સમગ્ર વર્ષની ઉજવણી કરવામાં આવી, તેના કળશરૂપે આજે-અત્યારે આ નાટ્ય-પ્રયોગ રજૂ કરતાં અમે પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ.
આ નાટ્ય-પ્રયોગમાં જે ભાષાનો ઉપયોગ કરેલ છે તે અત્યારની ગુજરાતી ભાષા છે. જો કે, સો વર્ષ પહેલાં પ્રયોજાતી ભાષાનો ઉપયોગ કરેલ નથી. સમજવામાં મુશ્કેલી ન થાય એ હેતુથી આમ કરેલ છે. તો ક્ષમ્ય ગણવા વિનંતી છે.
જેમ દર્પણમાં આબેહૂબ મુખાકૃતિની પ્રતિકૃતિ નિહાળી શકાય છે, જેમ ગુરુ ગૌતમ સ્વામીથી ભગવાન શ્રી મહાવીર સ્વામીની ઓળખ થાય છે, જેમ શ્રી હનુમાનજીના દયમાં ભગવાન રામચંદ્રજીનાં દર્શન થાય છે તેમ પૂ. શ્રી સૌભાગ્યભાઈના દયમાં પરમકૃપાળુદેવ અહર્નિશ બિરાજમાન હતા.
૨૪૫
... હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org