________________
સવારે ૧૦ થી ૧ દરમ્યાન “ભવ્યશ્રી સૌભાગ સંસ્મરણ સત્ સભા”નું આયોજન કરવામાં આવેલ. આ સભામાં શરૂઆતમાં ભક્તિ કર્યા બાદ પ્રાસંગિક પ્રવચનો પૂ. શ્રી બાપુજી, પૂ. શ્રી નલિનકાંતભાઈ, પૂ. શ્રી ગોકુલભાઈ, પૂ. શ્રી આત્માનંદજી, શ્રી વસંતભાઈ ખોખાણી, પૂ. શ્રી રાકેશભાઈ, ડૉ. રમણભાઈ અને ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ કર્યા અને પૂ. શ્રી સૌભાગ્યભાઈને ભવ્ય અંજલિ અર્પી હતી. આ સભાને અંતે સાયલા આશ્રમના ટ્રસ્ટી શ્રી વજુભાઈ શાહે આભાર દર્શન કર્યું. સભાનું સંચાલન ટ્રસ્ટી શ્રી વિનુભાઈએ કર્યું હતું.
બપોરનો સ્વાધ્યાય કોબા આશ્રમના પ્રણેતા પૂ. શ્રી આત્માનંદજીએ મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૦ ના સંદર્ભે સ્વાધ્યાય કરાવ્યો હતો. ત્યારબાદ પ્રશ્નોત્તરી થયેલ.
આ ત્રિદિવસીય મહોત્સવમાં લગભગ આઠસો ભાઈ-બહેનોએ ભાગ લીધેલ જે મુંબઈ, અમદાવાદ, રાજકોટ, મોરબી, વવાણિયા, કોબા, ખંભાત, કાવિઠા, કચ્છ, કલકત્તા અને પરદેશથી આવેલ હતા.
આ બધા કાર્યક્રમો યોજવા પ્રેરણા આપનાર પૂજ્ય ગુરુદેવ શ્રી બાપુજી બાણું વર્ષની વયે પણ અત્યંત સક્રિય રહી સૌને માર્ગદર્શન આપતા હતા. સંસ્થાના ટ્રસ્ટીગણના સભ્યશ્રીઓ તેમ જ મુમુક્ષુગણે આનંદ-ઉત્સાહપૂર્વક સહયોગ આપવાને કારણે આ મહોત્સવ દિવ્ય, ભવ્ય અને ગરિમાપૂર્ણ રહ્યો હતો.
શ્રી સૌભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ
૨૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org