________________
બાદ ૭-૪૫ થી ભક્તિનો કાર્યક્રમ જેની પ્રસ્તુતિ પૂ. શ્રી રાકેશભાઈ સાથે આવેલાં મુમુક્ષુ ભાઈ-બહેનોએ કરી. રાત્રે ૯-૧૫ કલાકે મહોત્સવના અનુસંધાનમાં તૈયાર કરવામાં આવેલ વિડિયો ફિલ્મ શ્રીમદ્ રાજચંદ્રના દાયરૂપ “ભવ્ય શ્રી સોભાગ” દર્શાવવામાં આવી. આ ફિલ્મનું ઉદ્ઘાટન વવાણિયાના શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જયંતિલાલભાઈ પ્રેમચંદ શાહે કર્યું. વિડિયો ફિલ્મમાં શરૂઆતમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના જન્મથી લઈ બાળપણ, અભ્યાસ, કંઠી બંધાવવી, છૂટી જવી, શતાવધાન પ્રયોગ, જ્યોતિષવિદ્યા, વ્યાપાર, લગ્ન વગેરે પ્રસંગો દર્શાવ્યા બાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈને પ્રથમ મિલન (જેતપુર)નો ધન્ય પ્રસંગ અને બીજા કેટલાકનો સમાવેશ છે. ફિલ્મને અંતે પૂ. શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણ અંગે વિગતપૂર્ણ માહિતી દર્શાવી છે.
જેઠ વદ દશમ, ૨૦પર, સોમવાર, તારીખ ૧૦-૬-૧૯૯૬
સોમવાર તારીખ ૧૦-૬-૧૯૯૬નો દિવસ એટલે પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયનો દિવસ. સવારે પ-૩૦ થી ૭-૦૦ પૂ. શ્રી રાકેશભાઈ સાથે આવેલ મુમુક્ષુઓએ ભક્તિનો લાભ આપ્યો. ત્યાર બાદ પૂ. શ્રી બાપુજીએ “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” એ પદ વિસ્તારથી રહસ્ય ખોલીને સમજાવ્યું.
આજ્ઞાભક્તિ પછી સવારે ૭-૩૦ કલાકે “સોભાગ પરા”ના પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન જાણીતા તત્ત્વચિંતક ડૉ. કુમારપાળભાઈ દેસાઈના વરદ હસ્તે થયું. સભાને પૂ. શ્રી બાપુજી ઉપરાંત પૂ. શ્રી નલિનકાંતભાઈ તેમ જ ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ સંબોધેલ. સભાનું સંચાલન ટ્રસ્ટીશ્રી વિનુભાઈ શાહે કર્યું. સાયલાની ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરી સાયલાના એક પરા તરીકે “સોભાગ પરા”ની સ્થાપના કરવા નિર્ણય લીધો. આ દિવસથી હાઈ-વેની સામેની બાજુ આવેલ ક્ષેત્રનો સમાવેશ આ “સોભાગ પરા”માં થાય છે. જેમાં શ્રી રાજ-સોભાગ આશ્રમ ઉપરાંત સરકારી ગેસ્ટ હાઉસ, ખોજા કોમ્યુનિટી સેન્ટર પાછળ વિકસી રહેલ બંગલાઓનો ભાગ વગેરેનો તેમાં સમાવેશ કરેલ છે. સોભાગ પરાની શરૂઆત જયાં થાય છે ત્યાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે.
શ્રી
સૌભાગ પર શ્રી રાજ -સૌભાગ આશ્રમ
સાયલા
૨૪૩
.. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org