________________
ભક્તો ચાલતા હતા. સી પાર્શ્વપ્રભુને વંદન કરીને કૃતકૃત્ય થતા હતા.
ભગવાનના રથ બાદ ટ્રેઈલર નંબર-૧માં પરમકૃપાળુદેવના જીવન ચરિત્રનાં ચિત્રપટ રાખવામાં આવેલ, જેમાં (૧) શ્રી વવાણિયા જન્મસ્થળ (૨) સાત વર્ષની ઉંમરે જાતિ સ્મરણજ્ઞાન (૩) મુંબઈમાં શ્રી ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં કરેલ શતાવધાન (૪) ઈડરના પહાડ ઉપર શ્રી મુનિઓને દેશના આ ચાર ચિત્રપટોનો સમાવેશ કરવામાં આવેલ. ટ્રેઈલર નંબર-રમાં પૂ. શ્રી સૌભાગ્યભાઈનું પરમકૃપાળુદેવ સાથેનું પ્રથમ ધન્ય મિલન (જેતપર) દર્શાવતું ચિત્રપટ. ટ્રેઈલર નંબર-૩માં પરમકૃપાળુદેવ જ્યારે સાયલા પધારતા ત્યારે પૂ. શ્રી સૌભાગ્યભાઈ લાલ જાજમ બિછાવી તેઓશ્રીને આવકારતા તે અંગેનું ચિત્રપટ. ઉપરાંત ખંભાતમાં પરમકૃપાળુદેવે શ્રી છોટાલાલ માણેકચંદના મકાનની અગાસી ઉપર શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશીભાઈને શ્રી સુધર્માસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી તરીકે ઓળખાવેલ તેનું ચિત્રપટ. આ ઉપરાંત ત્રીજું ચિત્રપટ શ્રી સૌભાગ્યભાઈને પરમકૃપાળુદેવના વચન પ્રત્યે અડગ શ્રદ્ધા હતી તે અંગેનું રાખેલ હતું. ચોથા ટ્રેઈલરમાં પણ બે ચિત્રપટો : (૧) પૂ. શ્રી સૌભાગ્યભાઈની માંદગી તથા તેમના અપૂર્વ સમાધિમરણ અંગેનું અને (૨) પૂ. શ્રી સૌભાગ્યભાઈને ઘેર રહેતું ચિત્રપટ રાખવામાં આવ્યું હતું.
આ બધા માટે તા. ૮-૬-૧૯૯૬ના રાત્રે ૯-૦૦ કલાકે બોલી બોલવામાં આવેલ તે ભાગ્યશાળીઓ બળદગાડામાં, ટ્રેઈલરમાં, ભગવાનના રથમાં બેઠા હતા. આ શોભાયાત્રા શ્રીરાજ-સોભાગ વિશ્રાંતિધામમાં (ગામમાં) થઈ હતી.
જે શેરીમાં શ્રી સૌભાગ્યભાઈ રહેતા હતા તે શેરીને “શ્રી રાજ-સોભાગ શેરી” તરીકે ઓળખાવવા સાયલા ગ્રામ પંચાયતે ઠરાવ કરી આ ઠરાવ અનુસાર નામકરણ વિધિ મુંબઈથી પધારેલ પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીના વરદ હસ્તે સવારે ૧૧ કલાકે થઈ હતી. ત્યાર બાદ પૂ. શ્રી સૌભાગ્યભાઈ નિવાસ કરતા તે સ્થાને તૈયાર થયેલ શ્રી રાજ-સૌભાગ વિશ્રાંતિધામમાં સભા રાખવામાં આવી હતી. આ સભામાં ભક્તિભાવપૂર્વક ભક્તિ કર્યા પછી પૂ. શ્રી વસંતભાઈ ખોખાણી (રાજકોટ), પૂ. શ્રી ડૉ. માંગુકિયા (રાજકોટ), પૂ. શ્રી નલિનકાંતભાઈ કોઠારી (સાયલા) તેમ જ પૂ. શ્રી બાપુજી (સાયલા)એ પ્રાસંગિક પ્રવચનો આપી પૂ. શ્રી સૌભાગ્યભાઈને ભવ્ય અંજલિ અર્પી.
આ જ દિવસે એટલે કે તારીખ ૯-૬-૧૯૯૬ના બપોરે ૩-૩૦ થી પ-૩૦ દરમ્યાન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની મહાપૂજા, સાંજે આરતી, મંગળદીવો-દેવવંદન થયા શ્રી સૌભાગ દેહવિલય શતાબ્દી વર્ષ મહોત્સવ-અહેવાલ
૨૪૨
S For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org