________________
સમાધિ વિષે વર્તે છે”-શ્રીમદ્ જેવા અધ્યાત્મમૂર્તિ જગત માટે અપ્રગટ છે પણ શ્રી સૌભાગ્યભાઈના હૃદયમાં તો તેઓ સાવ સ્પષ્ટ પ્રગટ છે અને શ્રી સૌભાગ્યભાઈ શ્રીમજી પ્રત્યેની પ્રેમસમાધિમાં પ્રવર્તન કરી રહ્યા છે.
શ્રી સોભાગભાઈની આર્થિક સ્થિતિ સારી નહોતી તે બાબતની ચિંતા પોતે પત્ર દ્વારા શ્રીમદ્જીને સરળતાથી લખી જણાવતા. રિદ્ધિસિદ્ધિ યોગની યાચના પણ કરતા. નિઃસ્પૃહ શ્રીમદ્જી પોતાના પરમાર્થસખાને સાંકડી સ્થિતિમાં પડવા નહિ દેતાં સન્માર્ગમાં સ્થિર કરતા. કલ્યાણમૂર્તિ શ્રીમજી શ્રી સોભાગભાઈને દુઃખમાં આશ્વાસન તથા દિલાસારૂપે લખે છે કે, “તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ૧૪ વર્ષના દુઃખનો દિવસ પણ નથી. પાંડવના ૧૩ વર્ષના દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ પણ નથી. સંસારની જાળ જોઈ ચિન્તા ભજશો નહિ. ચિન્તામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો, એ યોગીનાં લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ સર્વ પ્રકારે સતુ જ આચરે છે; પારમાર્થિક વૈભવથી મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું જ્ઞાની ઇચ્છ નહીં કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.”
પરમકૃપાળુદેવ અવારનવાર શ્રી સોભાગભાઈના ઘરે સાયલા પધારતા, ત્યારે શ્રી સોભાગભાઈના પુત્રો શ્રી મણિલાલ તથા શ્રી ચંબકલાલ સેવામાં હાજર રહેતા. પરમકૃપાળુદેવ પ્રત્યે તેઓ બન્નેને શ્રદ્ધાન હતું. તેઓ બન્ને પર વિશેષ પરમાર્થ રંગ ચડે, ધર્મના અનુરાગી બને તે અર્થે શ્રી સોભાગભાઈ પરમકૃપાળુદેવને વિનંતી કરી કહેતા કે, “છોકરાઓને એવું કાંઈ લખીને મોકલો કે એ વાંચે અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઈ જાય.' તેથી કરુણાસિન્ધ પરમકૃપાળુદેવે પત્રાંક-૨00 વચનાવલી લખી મોકલાવેલ કે જે જ્ઞાનમાર્ગની શ્રેણી છે, મોક્ષમાર્ગની નિસરણી છે.
શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી, શ્રી સોભાગભાઈના અંતઃકરણમાં અધ્યાત્મનો ઉદ્યોત થયો. પોતાના હદય આસને શ્રીમદ્જીને સ્થાપી, અનન્ય પ્રેમ, નિશદિન તેઓ પૂજા કરતા. અખંડ શ્રદ્ધા અને સરળ મનોવૃત્તિએ, અલૌકિક પરિણામ અપાવ્યું. શ્રીમદ્જીને સાયેલાથી વળાવતી વખતે પોતાના દયનો આનંદ-ઉલ્લાસ તથા ભક્તિની ખુમારીને અભિવ્યક્ત કરતા શ્રી સોભાગભાઈ શૂરાતનથી શ્રીમદ્જીને કહે છે, “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સામે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો” તે જ ભાવને અનુસરતો પત્ર લખે છે કે, ખીલાથી વળગ્યો રહે તો
४८
. દયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org