________________
વાળ વાંકો ન થાય. તો મારે એમ જ છે. અમે કાંઈ સમજતા નથી ને અમારે જ્ઞાન જોતું નથી તેમ છે. હવે આપની ઇચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો, ગમે તો દૂર રાખો, પણ એક ભજન રાત-દિવસ મારે તો આપનું જ છે.” “માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહીં પામીએ, જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. વળી આ શબ્દો દ્વારા શ્રી સૌભાગ્યભાઈ પણ તીવ્ર જ્ઞાનપિપાસુ છે એમ સિદ્ધ થાય છે.
શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી ડુંગરભાઈ અવારનવાર પત્રો દ્વારા પ..દેવને લખતા કે ઘણા જીવોના ઉદ્ધાર અર્થે તમો બહાર આવો, માર્ગ પ્રગટપણે બતાવો. આના પ્રત્યુત્તરમાં પરમકૃપાળુદેવ લખે છે કે, “અમારી ઇચ્છા તો છે, પરંતુ જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ન કરીએ ત્યાં સુધી માર્ગ પ્રગટ કહેવાની ઇચ્છા નથી. હાલ તો ગુપ્ત રહેવા ઇચ્છા છે અને હરિ પણ એમ જ ઇચ્છે છે એમ લાગે છે.”
પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઇચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહિ અને ત્યાર પછી તેની ઇચ્છા મળશે નહિ ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહિ અને આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે, અમે તો દીન માત્ર છીએ.” વિશેષમાં જણાવે છે કે “યથાપ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થતાં, ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પુરુષો પ્રકાશતા નથી. અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે, સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે.”
પ.ક.દેવ પત્ર (આંક-૩૫૭)માં લખે છે કે, “સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિ યોગનો જે ઉદય તે પણ વેદ્યા વિના ઉપાય નથી. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિના કારણ રહ્યા નથી.” | મુંબઈથી વૈશાખ વદ છઠ્ઠ, ભોમ, ૧૯૪૮ના (પત્રાંક-૩૬૮) લખાયેલ પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને પોતાની અદૂભૂત આંતરિક દશા વિષે જે વર્ણન લખે છે તે જોઈએ. “મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિષે સ્થિર થતું નથી, સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું કે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.” વ્યક્તિ હમેશાં પોતાના હદયના ભાવ જે સમજી શકે-ઝીલી શકે એવા પાત્ર હોય તેની પાસે જ વ્યક્ત કરવા ઇચ્છે છે. આવી વ્યક્તિની સંખ્યા પ.કૃદેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા
૪૯
e Use Only
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org