________________
ઓછી જ હોય. તેમાં પણ પરમકૃપાળુદેવના જીવનમાં તો આવી એક જ મુખ્ય વ્યક્તિ તે શ્રી સૌભાગ્યભાઈ છે.
આ તો જુઓ ! પરમકૃપાળુદેવે મુંબઈથી શ્રાવણ વદ ચૌદશ, રવિવાર, ૧૯૪૮ (પત્રાંક-૩૯૮)ના લખેલા પત્રમાં શ્રી સૌભાગ્યભાઈ વિષે કરેલ સંબોધન. “સ્વતિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (.)ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી “સુભાગ્ય”, તેમના પ્રત્યે. આ સંબોધન પરથી તો જો નિષ્કામ સ્વરૂપ શ્રી સૌભાગ્યભાઈનું શ્રીમદ્જી જેવા યોગેશ્વરને પણ વારંવાર સ્મરણ થતું હોય તો આપણા જેવા મુમુક્ષુવર્ગને તો તે બન્નેનું સ્મરણ અહોનિશ રહેવું જોઈએ. પરમકૃપાળુદેવ સર્વ મુમુક્ષુ જીવોને ભલામણ કરે છે કે, મુમુક્ષ પુરુષોએ અનન્ય પ્રેમ સેવન કરવા યોગ્ય એવા શ્રી સૌભાગ્યભાઈ છે. પરમકૃપાળુદેવ ક્યારેય અતિશયોક્તિ કરતા નથી. તેઓ જે શબ્દોનો ઉપયોગ કરતા તે ખૂબ વિચારીને, કહો કે તોળી તોળીને કરતા હતા. “પરમ સરળ” અને “શાંતમૂર્તિ” જેવાં વિશેષણો વાપરી શ્રી સૌભાગ્યભાઈના એવા ગુણો પ્રત્યે અંગુલિનિર્દેશ કરેલ છે કે, આવા ગુણો દરેક મુમુક્ષુજનમાં હોવા જરૂરી છે. પત્રાંક-૪૦૨ જે પણ મુંબઈથી ભાદરવા સુદ સાતમ, સોમવાર, ૧૯૪૮ના પરમકૃપાળુદેવે લખેલ છે. તેમાં જે સંબોધન કરેલ છે તે દ્વારા આપણને ઘણું ઘણું જાણવા મળે છે. લખે છે કે, “સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા દૃષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે.” આમાં પણ સ્પષ્ટ લખેલ છે કે, શ્રી સૌભાગ્યભાઈ મુમુક્ષુજનોના પરમ હિતસ્વી હતા.
મુંબઈથી પ્રથમ અષાડ વદ ત્રીજ, રવિવાર, ૧૯૪૯ના (પત્રાંક-૪૫૩) લખેલ પત્રમાં પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે, “શું લખીએ ? અને શું કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યયી નમસ્કાર સ્વીકારજો. એ જ વિનતિ.”
જે સુધારસ બીજજ્ઞાનની યોગક્રિયાના સસાધન વડે શ્રીમદ્જીએ સ્વયં અપૂર્વ આરાધન કર્યું તેનું સ્મરણ શ્રી સૌભાગ્યભાઈ થકી થયું હતું. શ્રી અંબાલાલભાઈ જેવા મહામુમુક્ષુની યોગ્યતા હવે પૂર્ણ છે એવું મંતવ્ય જ્યારે શ્રી સૌભાગ્યભાઈએ આપ્યું ત્યારે શ્રીમદ્જીએ શ્રી સૌભાગ્યભાઈને જ પત્રમાં ભલામણ કરી કે જો અવસર પ્રાપ્ત થાય તો સુધારસ સંબંધી વાતચીત તમે શ્રી અંબાલાલભાઈને કરશો. ૫)
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org