________________
એનો અહીં સ્પષ્ટ સ્વીકાર છે. | મુંબઈથી અષાડ સુદ તેરસ, ૧૯૪૭ (આંક-ર૫૫)ના પત્રમાં પણ પરમકૃપાળુદેવ શ્રી સૌભાગ્યભાઈનો સત્સંગ કેટલો ઇચ્છે છે તે આ વાક્ય પરથી સ્પષ્ટ થાય છે : “અપૂર્વ સ્નેહમૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ.” એ જ રીતે મુંબઈથી અષાડ વદ બીજ ૧૯૪૭ના (પત્રાંક-૨૫૬) પત્રમાં પણ શરૂઆતમાં લખેલ છે કે, “અથાગ પ્રેમે તમને નમસ્કાર.” આ વાક્યમાં કેટલો ભાવ ભર્યો છે ! પરમકૃપાળુદેવના મનમાં શ્રી સૌભાગ્યભાઈ વિષે જે પ્રેમાદર છે તે સુંદર રીતે પ્રતીત થાય છે. વળી મુંબઈથી શ્રાવણ સુદ અગિયારસ, બુધવાર ૧૯૪૭(આંક-ર૫૯)માં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યેના પરાકાષ્ઠાને પામેલા ભાવોને વ્યક્ત કરતાં લખે છે કે, “તમે અમારે માટે જન્મ ધર્યો હશે, એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું.” શ્રી સૌભાગ્યભાઈના સહવાસથી પરમકૃપાળુદેવ જેવા યોગનિષ્ઠ મહાત્માને પોતાનો મનુષ્યભવ સાર્થક થયેલો જણાયો છે. શ્રી સૌભાગ્યભાઈનો ઉપકાર એટલો મહદ્ રીતે વેદાયો છે કે તેનો પ્રતિ ઉપકાર ન વાળી શકાય તે માટે શ્રી સૌભાગ્યભાઈને નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ એમ કહે છે. જેના થકી ઉચ્ચ અધ્યાત્મ દશા પ્રાપ્ત થઈ છે તેવા શ્રી સૌભાગ્યભાઈની સારસંભાળ લઈ તેઓને પણ પરાભક્તિ સુધી લઈ જઈ હરિના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન કરાવવા પાછા પોતે નિમિત્ત બનશે એ પોતા માટે મોટો ભાગ્યોદય માને છે. પરમકૃપાળુદેવનાં આ વચનો શ્રી સૌભાગ્યભાઈ સાથેના આંતરિક સંબંધ ઉપર વેધક પ્રકાશ પાડે છે. બાહ્ય પ્રકારની કોઈ ઇચ્છા કે સ્પૃહા રહી નથી એવા પુરુષ આ વાક્ય લખે ત્યારે તેઓને આંતરિક લાભ કેટલો થયો હશે એનું અનુમાન જ આપણે કરવાનું રહ્યું. કારણ એ અનુભવની વાત અનુભવ વિના કેમ જણાય કે સમજાય?
વવાણિયાથી (પત્રાંક-૨૮૨) લખેલા પત્રમાં પરમકૃપાળુદેવ લખે છે કે, “હાલ તો અમને કંઈ ગમતું નથી અને જે કંઈ ગમે છે, તેનો અતિશય વિયોગ છે. પરમકૃપાળુદેવના સંત Æયમાં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે પ્રશસ્ત ભાવ-ઉદધિ ઉભરાઇ રહ્યો છે. મોરબીથી લખેલા પત્ર ક્રમાંક-૩૦૬ એકવચનીય પત્રમાં સાગર ગાગરમાં સમાવી દઈએ તેવી રીતે તે અસીમ ભાવને પ્રગટ કરતાં લખે છે. “શ્રી સુભાગ્ય પ્રેમ પ.કૃ. દેવનો પ્રચંડ આત્મપુરુષાર્થ તથા શ્રી સૌભાગ્યભાઈ સાથેની પારમાર્થિક એકતા
S For Person
Jain Education International
Private Use Only
www.jainelibrary.org